Abtak Media Google News

રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આજથી રાજકોટ સહિત રાજયના ચાર મહાનગરમાં રાત્રીનાં 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુંની અમલવારી કરવામાં આવશે આ વ્યવસ્થા આગામી 31મી માર્ચ સુધી અમલમાં રહેશે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ રાજયમાં કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. માત્ર ગુજરાત જ નહી દેશના અનેક રાજયોમાં કોરોનાના કેસો વધ્યા છે. આવામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવામા આવી છે.દરમિયાન ગુજરાતના ચાર શહેરોમાં આજથી રાત્રીનાં 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કફર્યું અમલમાં રહેશે. એસ.ટી.નિગમ દ્વારા પણ નાઈટ કરફયુંને લઈ અનેક બસના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગત સોમવારે રાજયનાં ચાર મહાનગરોમાં રાત્રીનાં 12 થીસવારના 6 વાગ્યા સુધી કરફયુની મૂદત પૂર્ણ થયા બાદ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી સીએમ કોર કમિટીની બેઠકમાં રાજયનાં ચાર મહાનગરોમાં આજથી આગામી 31મી માર્ચ સુધી રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રીનાં 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે રાત્રી કરફયુની ચૂસ્ત પણે અમલવારી કરાવવા માટે તમામ શહેરોનાં પોલીસ કમિશનરને સૂચના આપી દેવામાં આવી છે અને લોકોને પણ કોરોનાની મહામારીથી બચવા રાત્રી કરફયુની ચૂસ્ત અમલવારી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આજથી રાજયનાં ચાર મહાનગરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રીનાં 10 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી કરફયું અમલમાં રહેશે અને આ વ્યવસ્થા 31મી માર્ચ સુધી અમલમાં રહેશે ત્યારબાદ જો જરૂર પડશે તો રાજય સરકાર રાત્રી કરફયું લંબાવી શકે છે. બીજી તરફ ધુળેટીના તહેવારની ઉજવણી પર પણ પ્રતિબંધની વિચારણા હાલ ચાલી રહી છે. દંડાના ધોકાથી બચવા માટે આજ રાત્રીનાં 10 વાગ્યા પહેલા ઘરે પહોચી જવું હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.