Abtak Media Google News

અંજનીપુત્ર પવનસુતનામા મહાવીર વિક્રમ બજરંગી

ત્રીજા દિવસે શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં માનવમહેરામણ ઉમટ્યુ, 25 હજારથી વધારે હરિભક્તોએ કથાનું રસપાન કર્યું

તમે શિવ ભક્ત હો કે કૃષ્ણ ભક્ત હો, તમારે કૈલાશ જવુ હોય કે વૈકુંઠ જવુ હોય હનુમાનજી રાજમાર્ગ છે, પવનપુત્ર તમને તમારા ઈષ્ટ સુધી લઈ જશે

રાજકોટમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. આજે ત્રીજા દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કથા સાંભળવા માટે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. 25 હજાર કરતા વધારે હરિભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. કથા સ્થળે ખુરશીઓ ખુટી પડતા ભક્તોએ જમીન ઉપર બેસીને કથાનું શ્રવણ કર્યું હતું.

Advertisement

Hariprakash Dasji

વ્યાસપીઠ ઉપરથી પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ શ્રોતાગણોને જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ સ્વપન સમાન છે. રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, સીતાજીના પિતાજી જનકજીને એક દિવસ સ્વપન આવ્યું હતું. જેમાં તેમણે પોતાને ચીથરેહાલ રાજ્ય છોડીને ચાલ્યા ગયા હતાં. એક ગામમાં લોટ માંગવા ગયા જ્યાં એક દયાળુ બહેને તેમને લોટ આપ્યો હતો. તેવામાં બે ખુંટીયાઓ લડતા લડતા આવ્યાં હતાં. તેવામાં મહારાજા જનકથી લોટની તાવડી તુટી ગઈ અને તે રોવા લાગ્યાં હતાં.

આટલા સમયમાં તેમનું સ્વપન તુટી ગયું. જનકરાજાના મહેલમાં મહારાજા જાગો, મહારાજા જાગોના નારા લાગ્યાં. સવારે તેમના મહેલમાં રૂષિમૂનિઓ તેમની પાસે બેઠા હતા, તેમને જોઈને તે સ્વપ્ન સાચુ કે તે જે જોવે છે તે સાચુ. તેની ગડમથલમાં હતા. માટે સ્વપ્ન હંમેશા સારા જોવા અને બીજાને મદદ કરતા હોય તેવા જોવા. કારણ કે જ્યારે તમે બીજાને મદદ કરો છો ત્યારે ઈશ્વર તમારા ઉપર રાજી રહેશે.

તો વ્યાસપીઠ ઉપરથી પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ માતા-પિતાઓને અપીલ કરી હતી કે, જ્યાં સુધી તેમના છોકરાઓ કોલેજમાં આવે નહીં ત્યાં સુધી તેમને સમય અવશ્ય આપો. જો તમે તમારા છોકરાઓને સમય નહીં આપો તો તે ખોટા રસ્તે ચડી જશે.

પછી તે પરત નહીં આવે. તો આજના સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વધી ગયો છે ત્યારે આજે તમામ લોકો પાસે મોબાઈલો છે. પણ આ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો  તેની પણ સમજણ હોવી જોઈએ. જ્યારે તમે તમારા સંતાનોને જો સમય નહીં આપો તો તે ખોટા રસ્તે જશે. ત્યારે આપણે કોઈને ફરિયાદ કરવી જોઈએ નહીં. તો દીકરીઓના અન્ય ગ્યાતિમાં લગ્ન અંગે જણાવ્યું હતું કે, મોબાઈલના યુગમાં ખાસ કરીને ઘરમાં દીકરીઓને સમય આપવો ખુબ જ જરૂરી છે. જો તમે તમારી દીકરીઓને સમય નહીં આપો તો તે અન્ય ગ્યાતિમાં જઈને લગ્ન કરે કે કોઈને લઈને ભાગી જાય ત્યારે તમારે આ અંગેની કોઈને ફરિયાદ કરવી નહીં. કારણ કે તમે તેને સમય નથી આપ્યો ત્યારે તેણીએ આ પગલું ભર્યું છે.

મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય વિષ્ણુપ્રકાશ સ્વામી-સુરત, ત્યાગીશ્રી મોહનદાસજી-મહંતશ્રી જગન્નાથ મંદિર તથા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, પરેશભાઈ ગજેરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં આજે અન્નકુટ દર્શન: કાલે હનુમાન જયંતિની ઉજવણી

આ અંગે સ્વામી શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા. 30ના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો ભવ્ય અન્નકુટ દર્શન યોજાશે. જેમાં હરિભક્તો તેમજ શ્રાવકો તેમના ઘરે બનાવેલી વાનગીઓ બનાવીને આ ભવ્ય અન્નકુટ દર્શનમાં ભગવાનને ધરાવી શકશે. આ ઉપરાંત તા. 31મી ડિસેમ્બરના રોજ કથામાં ભવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર કાર્યરત

વ્યાસપીઠ ઉપરથી પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્શેત્ર ચાલે છે. જ્યાં દરરોજના પાંચથી સાત હજાર લોકોને ભોજન આપવામાં આવે છે. તેમજ તહેવારોના દિવસોમાં આ આંકડો 20 હજારને પાર થઈ જાય છે.  આ વર્ષે દિવાળી ઉપર 50 હજાર જેટલા હરિભક્તો ભોજન લીધું છે. તેમજ શનિવારે લાભપાંચમના દિવસે 75 હજાર માણસોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.