Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં જયેશભાઇ સોરઠીયા અને આગેવાનોએ સેવાયજ્ઞની આપી રૂપરેખા

માનવ સેવા એ જ પ્રભુ સેવાના મુદા લેબ અને સમાજ સેવામાં જોડાયેલા સ્વ. પાંચાભાઇ સોરઠીયા પરિવારે કુટુંબના મોભીની પુણ્યતીથીએ માનવ સેવા યજ્ઞની પરંપરા જાળવી રાખી છે.

Advertisement

શૈલેષ ફોર્જ પ્રા.લી. ના પરિવાર દ્વારા સ્વ. પાંચાભાઇ સોરઠીયાની 16મી પુણ્યતિથિએ પરિવારિક પરંપરા મુજબ રકતદાન કેમ્પ અને નિદાન કેમ્પના સેવા યજ્ઞનું આયોજન કરાયું છે.

‘અબતક’ની મુલાકાતે આવેલા જયેશભાઇ સોરઠીયા, સંદીપભાઇ સોરઠીયા, રાજુભાઇ અકબરી અને ભરતભાઇ હજારે એ આયોજન અંગે જણાવેલ કે સ્વજનોની પુણ્યતિથીએ માનવ સેવા યજ્ઞ પુણય શાળી છે. આજ મુદ્દા લેખ સાથે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની 16મી પુણ્યતિથિ નીમીતે તા. 2-1-23 ને સોમવારના રોજ સોરઠીયા પરિવારની વાડી, મવડી બાયપાસ રોડ, મવડી ગામ ખાતે સવારે 8 કલાકથી મહારકતદાન કેમ્પનું આયોજન શૈલેષ ફોર્જ પ્રા.લી. રાજકોટ તથા સોરઠીયા પરિવાર તરફથી કરવામાં આવેલ છે. આ રકતદાન કેમ્પમાં એકત્ર થયેલ તમામ રકત થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, ડાયાલિસિસ માટેના દર્દીઓ તેમજ ઇમરજન્સી માટે આવતા દર્દીઓ માટે વાપરવામાં આવશે.

આ રકતદાન કેમ્પની સાથે સ્વ. ભાસ્કરભાઇ ભુપતભાઇ ઠાકરની પુણ્યતિથિ નીમિતે ડો. દર્શનાબેન પંડયા, આશુતોષ મેટરનીટી અને સર્જીકલ હોસ્પિટલના સાથ અને સહકારથી મહિલાઓ માટે નિ:શુલ્ક સ્ત્રીરોગ, હાડકાના ઘનતા, હિમોગ્લોબીન તથા સુગર માપવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ તમામ તપાસ હોસ્પિટલમાં ઘણી જ મોંધી થતી હોય છે. જે આ કેમ્પમાં તદ્દન ફ્રી કરવામાં આવશે. તેમાં જરુરીયાતવાળા બહેનોને દવા પણ વિના મૂલ્ય આપવામાં આવશે.

રકતદાનનું મહત્વ સમાજે સમજવું જોઇએ

જયેશભાઇ સોરઠીયાએ જણાવેલ કે થેલેસેમીયા, ડાયાલીસીના દર્દીઓને રકતની ખુબ જ જરુર હોય છે. કેમ્પમાં એકત્રી રકત હોસ્પિટલો અને બ્લડ બેંકોને આપીએ છીએ. સમાજે હવે રકતદાનની જરુરીયાત સમજવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.