Abtak Media Google News

માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનુ બાળક જીવનમાં બધી રીતે સફળ બને. સમાજમાં તેનુ માન-સન્માન હોય. પણ તેની આ ઈચ્છા પાછળ પેરેંટ્સને ખૂબ મહેનત કરવી પડે છે. તેને બાળપણથે એજ બાળકોમાં વાતચીતની કલા, ભાવનાત્મક રૂપે ઠોસ હોવુ વગેરે ગુણોને વિકસિત કરવા પડશે. બાળકોમાં પ્રાકૃતિક રૂપે સામાજીક હોવાનો ગુણ હોય છે. તેથી તેમનો સૌથી પ્રથમ સોશિયલ ટચ પોતાના માતા-પિતા સાથે હોય છે. આજે અમે તમને અહી કેટલીક આવી જ મહત્વપૂર્ણ વાતો બતાડવા જઈ રહ્યા છીએ. જેને તમે અપનાવીને સહેલાઈથી તમારા બાળકોને સોશિયલ બનાવી શકો છો.

ફોલો કરો આ ટ્રીક્સ.

  • બાળકોને હંમેશા વહેંચીને ખાવા પીવાની ટેવ નાખો.
  • પેરેંટ્સે પોતાના બિઝી ટાઈમમાંથી પોતાના બાળકો માટે જરૂર સમય કાઢવો જોઈએ જેથી તમે તેમની ઈચ્છાઓ અને ભાવનાઓને સમજી શકો. આવા બાળકોનો માનસિક વિકાસ ઝડપથી થાય છે.
  • તેમને બાળપણથી જ નાના-નાના શબ્દ જેવા કે પ્લીઝ, સૉરી, થેંક્યૂ કહેવાની ટેવ નાખો. તેનાથી તેનુ વ્યક્તિત્વનો વિકાસ થશે.
  • તમારા બાળકોને એવા વાતાવરણમાં ઉછેરો જ્યા તેમના ઉછેરમાં વધુ કઠોરતા ન હોય કે વધારેપડતી ઢીલાશ પણ ન હોય.
  • તમારી સાથે તેમને સોશિયલ ફંક્શનસમાં લઈ જાવ જેથી તે સમાજમાં જીવવાની કલા શીખી શકે.
  • બાળકોના મિત્રો વિશે પૂરી માહિતી રાખો જેથી તમારા બાળકો ખોટી સંગતનો શિકાર ન થઈ જાય
  • બાળકને જે કામમાં રુચિ હોઈ તો પેલા એ કરો અને એને જેમાં આગળ વધવું છે એમાં હેલ્પ કરો.
  • એનું દરરોજનું રૂટિન કાર્ય શું કરે છે એનું રિપોર્ટ કરો.
  • રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવડાવો જેથી તેની હેલ્થ અને સ્પર્ધાત્મક રમતમાં પણ આગળ વધે.
  • બાળકને પેલેથી જ સોશ્યિલ મીડિયા જેવા જેમાંથી જનરલ નોલેજ તેમનું સારું બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.