શિક્ષણમાં તાલિમનું મહત્વ: શિક્ષકની ભુમિકા મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતક હોવી જોઇએ

વાસ્તવિક અને જીવંત બનાવવી હોય તો શાળા કક્ષાએ સંચાલકો,  આચાયશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને માટે સુયોજિત તાલિમ વ્યવસ્થા ગોઠવવી જ પડશે

અઘ્યયન અને અઘ્યાપન એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષક શીખવે અને છાત્ર શીખે છે જેમાં શિક્ષક ભણાવે તેને અઘ્યાપન અને વિદ્યાર્થીઓએ તેને અઘ્યપન કહેવાય છે. બર્નાટ રસેલ નામને શિક્ષણના પ્રશ્ર્નો તત્વજ્ઞાનના આશરે ઉકેલવાનું શાસ્ત્ર કેળવણીનું તત્વજ્ઞાન છે. જે શિક્ષણથી છાત્રો કેળવાય તે જ  સાચી કેળવણી શિક્ષકો તેની તાલિમના સમયમાં જે કંઇ શીખ્યા હોય તેમાં વૃઘ્ધી જોવા મળતાં તેના અભ્યાસ કરવાની ટેકનિકમાં તેના પુન: નિર્માણમાં વધારો થાય છે.

શિક્ષણએ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી નવી-નવી વિવિધ તરાહો સાથે સતત અપડેટ શિક્ષકને રાખવા તેને તાલિમ આપવી ખુબ જ જરૂરી છે.  શિક્ષણને ગુણવત્તાનુસાર બનાવવા પણ તાલિમ આપવી જરુરી છે. શિક્ષકો વર્ગ શિક્ષક કાર્ય માટેની વિવિધ પઘ્ધતિઓ-પ્રવૃતિઓ અને નુતન શૈક્ષણિક પ્રવાહોથી જાણકાર બને છે. શિક્ષકો તાલિમ લઇને પોતાના કૌશલ્યોનો વિકાસ કરી તેનો વિનિયોગ પોતાના વર્ગખંડ શિક્ષણ કાર્યને અસરકારક બનાવવામાં કરે એટલા માટે પણ શિક્ષણમાં તાલિમનું મહત્વ છે.

તાલિમના મહત્વનાં તબકકામાં વ્યાવસાયિક સજજતા તાલિમ, શિક્ષણ શાસ્ત્ર વિષયક વસ્તુની સજજતાની તાલિમમાં શિક્ષક તેના ક્ષેત્રના વલણ ઘડતર, હકારાત્મક વિચારણા, પ્રેરણા, સંકલન અને સંચાલન, ટીમ બિલ્ડીંગ, ટાઇમ મેનેજમેન્ટ, નેતૃત્વ, આંતર વૈયકિત સંબંધો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સર્જનાત્મક વિચારણા, વર્તન વ્યવહાર તાલિમ, પ્રત્યાપન, લાઇફ સ્કીલ, મનોવિજ્ઞાન, બાળ માનસની સમજ જેવા વિવિધ મુદ્દાનો સમાવેશ થાય છે. આમ જોઇએ તો પણ પ્રાથમિક શિક્ષણને ગુણાવત્તા સંભર બનાવવા પણ શિક્ષણમાં તાલિમનું મહત્વનું મહત્વ છે. શિક્ષણને ગુણવતાસંભર બનાવવા પણ શિક્ષિણમાં તાલિમનું મહત્વ છે. શિક્ષણમાં થતાં નુતન પ્રવાહોથી વાકેફ થવા પણ શિક્ષકે તાલિમ લેવી પડે છે. જીવનનાં દરેક તબકકે પરિક્ષણનું મહત્વ છે.

અણે ૨૧મી સદી માટેના શિક્ષણમાં તાલિમનું મહત્વ સમાયેલ છે. આજે છાત્રોને બુનિયાદી શિક્ષણ આપવું જરૂરી છે. પાયો જેટલો મજબુત હશે તેટલુ જ શિક્ષણ સક્ષમ બનશે. નવી શિક્ષણ નિતિ ૨૦૨૦માં ગાંધીજીના વિચારોને અનુસરે છે.

જીવનના દેરક ક્ષેત્રમાં તાલીમ (પડતર)ની ભરપૂર આવશ્યકતા છે અને એમાંય શિક્ષણમાં તાલીમની અનિવાર્યતા છે. પરંતુ કમનસીબે શિક્ષણમાં આયોજિત તાલીમનો સદતર અભાવ (શૂન્યાવ)જોવા મળી રહ્યો છે. હા.. અપવાદ બધે જ હોય છે.

વિદ્યાર્થીઓમાં ધીરજ, એકાચતા ઘટી રહી છે તો સાથે સાથે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ (દૂરપયોગ) થઇ રહ્યો છે. શિલ્ત, સહકાર, સંપ જેવા મૂલ્યો નાશ થતા જોવા મળી રહ્યા છે. આવા અનેક વિધાનો આપણે આપણી આસપાસ રહેતા શિક્ષણશાસ્ત્રીઓ પાસેથી સાંભળવા મળી રહ્યા છે. શું આ તેમનું નિદાન વિશ્ર્વસનીય છે? આવી ચર્ચાઓ નિરર્થક છે. પણ આ નિદાન કરનારાઓને એક સાવ સરળ સવાલ થાય કે તમે ઉપચારાત્મક કાર્ય શું કર્યુ? જવાબ તમને પણ ખબર છે… કારણે આપણી પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીમાં દરેક વ્યક્તિ (જેને શિક્ષણ સાથે કાંઇજ લેવા દેવા ન હોય)મનઘંડત રીતે નિદાન તો આવશ્ય કરે છે!!

ઉપસંહાર

શિક્ષપની પ્રક્રિયાને જો વાસ્તવિક અને જીવંત બનાવવી હોય તો શાળાકક્ષાએ સંચાલકો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીશ્રી માટે સુયોજિત તાલીમ વ્યવસ્થા ગોંઠવી જ પડશે અને તાલીમ આપનારની પસંદગી યોગ્ય કરવી જરૂરી છે.

શિક્ષણની સમગ્ર પ્રકિયાના મૂળભૂત પાંચ આધારસ્તભો

૧.નિર્ણયક નેતૃત્વ

૨.તાલીમબધ્ધ શિક્ષકો

૩.પ્રતિબધ્ધ વિદ્યાર્થીઓ

૪. સમજદાર વાલીશ્રીઓ

૫.પરિવર્તનશીલ સમાજ

પરિવર્તનશીલ સમાજ

ખરેખર તો સમાજ આગળ વર્ણયેલા ચારેય ઘટકોનો જ બનેલો છે. જો ખરા અર્થમાં શિક્ષણની ચિંતા ઘરની હોય તો અને ચિંતનનો નહી પરંતુ અમલીકરણનો સમય પાકી ગયો છે… આ દુનિયામાં જ બાબત સ્થાપી છે અને તે છે પરિવર્તન.. આમ સામાજિક પરિવર્તન એ ખૂબ જ આવશ્યક બની ગયું છે.

તાલીમબધ્ધ શિક્ષકો

સામાન્ય રીતે શિક્ષકની લાયકાતમાં મોન્ટેસરી, પી.ટી.સી. કે બી.એડ્ફ મૂળભૂત ગણાય અને આનાથી ઉચ્ચ અભ્યાસ ઇચ્છાનીય ગણાય પરંતુ શું આ તાલીમી અભ્યાસક્રમોમાં ખરા અર્થમાં તાલીમ અપાય છે ખરી? આ યક્ષ પ્રશ્ર્નનો ઉતર બધાં જ જાણે છે ખેર.. શિક્ષણના મૂળભૂત ધ્યેયો જેવા કે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવા માટે શિક્ષકોને સતત સેવા કાલીન તાલીમ આપવી જરૂરી છે પણ ખાટલે મોટી ખોટ અનુસાર તાલીમ આપનારી પસંદગી યોગ્ય થતી નથી. ખરેખર તો ટ્રેનરની લાયત અને અનુભવ ચકાસ્યા બાદ તાલીમ જેવી સંવેદનશીલ કામગીરી સાથે જોઇએ. ઘણી સંસ્થાઓ પ્રોફેશનલ ટેનર્સ, થેગોેરેટ ટેનર્સ કે મેમરી ગુરુઓ અથવા ખ્યાતનામ લેખકોને આવી કામગીરીમાં સામેલ કરે છે. પણ તે લાંબગાળે આત્વાતી જની વડે છે. કારણ કે આવા કહેવાતા ટ્રેનર્સ (મોટાભાગે સ્માર્ટ વાસ્તાઓ) વર્ગખંડના પ્રશ્ર્નો કે શિક્ષણથી વાકેફ હોતા જ નથી કાગળ પર આયોજનો કે સકસેસ મંપ રજૂ કરવાથી સારા શિક્ષકો તૈયાર ન કરી શકાય ખરેખર તો અહીં એટલું જ કહી શકાય કે પ્રથમ Train The Trainers..!!!

નિર્ણાયક નેતૃત્વ

શિક્ષપની પ્રક્રિયાએ જીવંત વ્યક્તિઓ સાથે કાર્ય કરવાની પ્રક્રિયા છે. આ ક્ષેત્રમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ માત્ર પોતાની મુડીનું સલામત અને વધુ વળતર આપતા એકમમાં રોકાણ કરવાના હેતુથી જોડાયેલા હોય ત્યારે આ ક્ષેત્ર તેમના માટે માત્ર નફાં મળવાનું માધ્યમ બની રહે છે. અને પરિણામં સમાજને કદાચ ફાઇવસ્ટાર સુવિધાવાડી શૈક્ષણિક સંસ્થા મળે છે. પરંતુ ફાઇવસ્ટાર શિક્ષણનાં સદતર અભાવ વર્તાય છે. પરંતુ જો આ અંકમાં પાસે અનુભવી દર્ષદષ્ટા, એકાદ કેળવણીકારનું નેતૃત્વ મળી જાય તો તેમની આગેવાની આવા તકુલો ખર્ચા અર્થમાં શિક્ષણથી ગભરાતા જોવા મળે છે બાકી તો…!! આવું સરળ નિર્ણાયક નેતૃત્વ વર્ષોના અનુભવી શિક્ષક કે આચાર્ય જ પુરૂં પાડી શકે કારણ કે વર્ગખંડની વાસ્તરિકતાના એમનાથી વધુ ખ્યાલ કોને હોય? સદ નસીબે ઘણા શૈક્ષણિક સંકુલ આવા નિર્ણયક નેતૃત્વથી ધબકી રહ્યા છે. પરંતુ બધા જ નહી જે નરી વાસ્તવિકતા છે.

સમજદાર વાલીશ્રીઓ

આજના વાલીઓને પોતાના બળકના ઉતમ પરિણામની ફિકર છે. પરંતુ તેમના પાયાના શિક્ષણની ખાસ ખરખર નથી!! પોતાના બાળક પર સતત દબાણ સર્જ રાખવું તથા તેમની ક્ષમતા કરતા અનેકરણી અપેલાઓ રાખવી.. અંતે આ વધુ જ દુ:ખનુ સર્જન કરે છે. બધા વાલીશ્રીઓ પોતાની અતૃય ઇચ્છાઓની મૂર્તિ અર્થે બાળક પર માનિસક પાસ (લાગણીઓ દ્વારા) ગુજરે છે. ખેર આવા વાલીઓ સમજદાર બને. વાસ્તવિકતા સ્વીકારતા શીષે અને બાળકને તેમની ક્ષમતાનુસાર કાર્ય કરવાનો અવકાશ આપે જે ખરેખર આજના યુગની તાતી જરૂરિયાત છે અને વાલીશ્રીઓને એક ખાસ વિનંતી કે dot’ i compare your child to anyone, If you do…you are really insulnug them..!!

શાળા કક્ષાએ વાલી સંમેલન યોજી શાળાની યશગાથાઓ વર્ણવવાનો બદલે વાલીશ્રીઓનું યોગ્ય નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન યોજી સમજદાર વાલીશ્રીઓનું નિર્માણ થાય તેવી વ્યવસ્થાની અન્વિાર્યતા આવી ગઇ છે.

પ્રતિબધ્ધ વિદ્યાર્થીઓ

આજના વિદ્યાર્થીમાં પ્રરિણામલક્ષી શિક્ષણની લ્હાચમાં ગુણવતા સાવ ભૂલાઇ રહી છે. ત્યારે શિખનાર (વિદ્યાર્થી)ની શિખવા માટેની પ્રતિબધ્ધતાએ શિક્ષણનું અનિવાર્ય અંગ છે. જો વિદ્યાર્થીઓના રસ, રૂચિ અને વરણ અનુસાર જો શિક્ષણ આપવામાં આવે તો પ્રતિબધ્ધતા વધારી શકાય આ ઉપરાંત  સમયાંતરે હોય નિર્ધારણ, હકારત્મ્ક અભિગમ, સમય વ્વસ્થાપન વગેરે પર તાલીમ યોજી વધુ પતિબધ્ધ વિદ્યાર્થીઓ તૈયાર કરી શકાય અને આ માટે શિક્ષણની ભૂમિકા મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતક કક્ષાની હોવી જોઇએ જે અપેક્ષિત છે.

Loading...