Abtak Media Google News

૧ થી ૬ જૂન ઇન્કમટેક્ષનું ઇ-ફાઈલિંગ પોર્ટલ બંધ રહેશે!!

૭મી જૂને આવકવેરા વિભાગ નવું પોર્ટલ કરશે લોન્ચ

આવકવેરા વિભાગનું હાલનું ઇ-ફાઈલિંગ માટે કાર્યરત પોર્ટલ આગામી ૧લીથી બંધ થઈ જશે. આશરે ૬ દિવસ સુધી આ પોર્ટલ બંધ રહે તેવી શકયતા છે. જો કે, આગામી ૭મીના રોજ નવું પોર્ટલ લોન્ચ થનારું છે.

આવકવેરા વિભાગ નવું ઇ-ફાઈલિંગ પોર્ટલ આગામી ૭મી જુનના રોજ લોન્ચ કરનાર છે. હાલ ડિરેક્ટરેટ ઓફ ઇન્કમટેક્સ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ એકમોને જાણ કરવામાં આવી છે કે, હાલનું પોર્ટલ ૧લી જુનથી ૬ જૂન સુધી બંધ રહેશે જેથી આ સમયગાળામાં ઇ-ફાઈલિંગ કરી શકાશે નહીં. હાલનું પોર્ટલ આ છ દિવસ દરમિયાન કરદાતાઓ તેમજ ઓફિસરો માટે ઉપલબ્ધ રહેશે નહીં. જેથી કોઈ પણ કરદાતાને ઇ-ફાઈલિંગ માસ્ટ આ ૬ દિવસ દરમિયાનની મુદ્દત આપવી નહીં તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, ૬ દિવસ દરમિયાન જેટલા કરદાતાઓને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હોય તેમને હવે ૧૦મી જૂન બાદની મુદ્દત આપી દેવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.