Abtak Media Google News

પશ્ર્ચિમ રેલવેની આ ઐતિહાસિક ઉપલબ્ધી પર પ્રસંશા વ્યકત કરતા પ્રબંધક આલોક કંસલ

ભારતીય રેલવેના ૧૦૦ ટકા વિદ્યુતીકરણના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત પશ્ર્ચિમ રેલવેએ પાલનપુરથી બોટાદ વચ્ચે વીજળીકૃત રૂટ પર પ્રથમ ડબલ સ્ટ્રેક કન્ટેનર ટ્રેનનું સફળ પરિવહન કર્યું છે.

Advertisement

૧૦૦ ટકા વિદ્યુતીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવા પશ્ર્ચિમ રેલવેએ નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. જેમાં અમદાવાદ-પાલનપુર, અમદાવાદ-વિરમગામ, વિરમગામ-મહેસાણા, સુરેન્દ્રનગર-બોટાદ-ઢોલા અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે. પંશ્ર્ચિમ રેલવેએ રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં પાલનપુરથી બોટાદ સુધી પ્રથમ ઈલેકટ્રીક ડબલ ટ્રેક કન્ટેનર ટ્રેનનું પરિવહન કર્યું છે. પશ્ર્ચિમ રેલવેના પ્રબંધક આલોક કંસલે પશ્ર્ચિમ રેલવેની આ ઐતિહાસિક ઉપલબ્ધી પર પ્રસંસા વ્યકત કરી હતી. તથા પશ્ર્ચિમ રેલવેના સંજીવ ભુટાની અને તેના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ટીમે આ ઉપલબ્ધિમાં સક્રિય યોગદાન આપનાર તમામ વિભાગોને અભિનંદન આપ્યા હતા.

202

પશ્ર્ચિમ રેલવેએ માર્ચ ૨૦૨૦ દરમિયાન સુરેન્દ્રનગર-બોટાદ વિભાગમાં વિદ્યુતીકરણની કામગીરી પુર્ણ કરી હતી અને સીઆરએફની મંજૂરી પણ મેળવી હતી. લોકડાઉનના કારણે આ માર્ગમાં ઈલેકટ્રીક ટ્રેન શરૂ કરવા માટે મોટી મુશ્કેલી હતી. તેમ છતાં રાજકોટ અને ભાવનગર ડિવિઝનની ટીમે લોકડાઉન દરમિયાન ખુબ મહેનત કરી આ મંડળના મુખ્યાલયમાં ટીપીસી સંગઠનોની સ્થાપના કરી અને સુરેન્દ્રનગર અને બોટાદમાં એક-એક ડેપો સ્થાપિત કર્યો. આલોક કંસલે આ ઐતિહાસિક ઉપલબ્ધીમાં વિશેષ રૂપથી જોડાયેલા ઈલેકટ્રીકલ/ટીઆરડી સિગ્નલ અને ટેલીકોમ, ઓપરેટીંગ, મિકેનીકલ વિભાગ સહિત તમામ ટીમના યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.