Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા, પરંતુ હાલ કોઇ નિર્ણય નહીં

પાકિસ્તાન  તહેરીક-ઇ ઇન્સાફ (પીટીઆઇ) એ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇમરાનની તાજપોશીના આમંત્રિત કરવાની ફિરાકમાં છે. આ માટે પાક. તરફથી સરકારને આમંત્રણ પણ મોકલી આપ્યું છે. આ સાથે ઇમરાનની તાજપોશીને યાદગાર બનાવવા બોલીવુડ સ્ટારર્સ અને ક્રિકેટર્સને પણ આમંત્રિત કરાશે. ઉલ્લેખનીય છે કે ઇમરાનખાન આવતા અઠવાડીયે પાક.ના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. ૬૫ વર્ષીય ઇમરાનખાનનો ક્રિકેટ સાથે નાતો હતો અને હવે તેઓ રાજકારણમાં જોડાયા હોવાથી તેમણે ક્રિકેટર્સને પણ આમંત્રિત કર્યા છે. ઇમરાનખાનની પાર્ટી ગઠબંધન ની રસકાર રચવાની તૈયારીમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમંત્રિત મહેમાનોના લીસ્ટમાં બોલીવુડના ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમીરખાનને આમંત્રણ આપવા પાછળનું મુળ કારણ ‘લગાન’ ફિલ્મ છે. આ ફિલ્મમાં ક્રિકેટને મહત્વ આપ્યું હોવાથી તેને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી ભારતીય ક્રિકેટ જગતના હાર્દ સમાન કપિલ દેવ, સુની ગાવસ્કર અને નવજોતસિંધ  સિઘ્ધુ ને પણ આ તાજપોશીનો હિસ્સો બનવા આમંત્રણ અપાયું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેલીબ્રિટીને આમંત્રિત કરવા પાછળનું એક માત્ર કારણ તેના સારા સંબંધો છે. મહત્વનું કે રપ જુલાઇએ પાક.માં થયેલી ચુંટણીમાં ઇમરાનખાનની પાર્ટીએ સૌથી વધુ મત મેળવ્યા હતા. ખાનના જણાવ્યા પ્રમાણે તે જયારે ક્રિકેટ જગત સાથે જોડાયેલા હતા ત્યારેથી તેમણે ભારતનો ઘણો પ્રવાસ કર્યો હતો અને ત્યારથી તેમના સંબંધો ભારત સાથે સ્થપાયેલા છે.

જો કે બીન સરકારી મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ વિદેશ મંત્રાલયે એ અંગે પણ તપાસ કરી છે કે અન્ય દેશના વડાપ્રધાનને આમંત્રણ અપાયું છે કે કેમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ તાજપોથીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૧ ઓગષ્ટે યોજનાર આ તાજપોશીમાં નરેન્દ્ર મોદીની સાથે સાથે શાર્ક દેશના વડાપ્રધાનોને પણ આમંત્રણ મોકલી રહ્યા છે. જો કે અગાઉ આ અંગે કોઇ ઠોસ આયોજન ન હતું પરંતુ હવે શોર્ટ નોટીસમાં આમંત્રિત કરાશે.

ઉલ્લેખનીય છે કે મોદીએ ઇમરાનને ફોન કરીને ચુંટણી જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી જો કે પીટીઆઇ પ્રવકતા ફવાદ હુસેને ટવીક કર્યુ હતું કે મિડીયા દ્વારા કયાસ લગાવાઇ રહ્યો છે કે પ્રધાનમંત્રીના શપથ ગ્રહણમાં વિદેશી નેતાઓને બોલાવવામાં આવશે જો કે તે યોગ્ય નથી. આ અંગેનો નિર્ણય વિદેશ મંત્રાલયની સલાહ લઇને લેવાશે. મહત્વનું છે કે ૨૦૧૪ ના મોદીના શપથ વિધી સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ આવ્યા હતા દોઢ વર્ષ બાદ રપ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ જયારે મોદી અફઘાનિસ્તાનથી પાછા ફર્યા ત્યારે શરીફને જન્મદિવસની શુભેચ્છા આપવા લાહોર રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.