Abtak Media Google News

આદુ એક ફાયદા અનેક માસિક પીડા, તાવ, હાઇકોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાથી છુટકારો અપાવશે આદુ

ઘણાં લોકો લસણ, ડુંગળી ખાતા હોવાને કારણે મોંમાંથી દુર્ગધ આવતી હોય છે. તો ઘણાને અપચા અને એસીડીટીને કારણે ખરાબ શ્ર્વાસની તકલીફ રહેતી હોય છે. જે ઓરબ હેલ્થ માટે નુકશાનકારક નથી પણ તમારા વ્યકિતત્વને ઝાંખુ પાડે છે. તેથી આત્મવિશ્ર્વાસ ઉપર પણ અસર પડે છે. જો કે આ દુવિધાના નિવારણ માટે પણ રસોઇઘરમાં ઉપચાર છે. આદુનુ સેવન કરવાથી તમે આ સમસ્યાથી છુંટકારો મેળવી શકશો  શ્ર્વાસની દુર્ગંગને સુધારવા માટે નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ધરવાતા ફળો પણ ઉપયોગી બનશે. પણ તમે આદુનો ઉપયોગ કેવી રીતે કરશો તેના વિશે આપણે ચર્ચા કરીશું. 889869

આદુનો સ્વાદ તીખો હોવાને કારણે તેમાં રહેલા કેમીકલ્સ મોંની દુર્ગંધને દુર કરે છે. મોટાભાગના સલ્ફર ધરવાતા ખોરાકથી મોંમાં બદબુ આવતી હોય છે. માટે વજન ઘટાડવા, પાચનશકિત સુધારવાની સાથે ખરાબ શ્ર્વાસને રોકવામાં પણ આદુ ભદદરુપ બને છે. લસણ કે ડુંગળી જેવા ખોરાક બાદ રોજે આદુની ચા પીવી જોઇએ. આ ઉપરાંત તમે લીંબુની ચા પણ પી શકો છો. તદઉપરાંત પણ આદુના ઘણા એવા ફાયદાઓ છે, જે તમને ખુબ જ ફાયદાકારક થશે.  આદુ અપચા અને એસીડીટી માટે રામબાણ ઇલાજ છે સાદુ શરીર પર લાગેલા ઘા ઇજા સ્કેચથી પણ રાહત આપે છે.Medicinal Use

તે શરીરમાં ઓઇલ અને ઇન્ફલેમેન્ટરી પ્રોપર્ટીઝને સુધારે છે. અને રોગ પ્રતિકારક શકિત પણ સુધારે છે. તાવ સમયે પણ આદુ ચમત્કારથી કમ નથી માસિક પીડા અને માથાના દુખાવાથી બચવા માટે આદુનું સેવન હિતાવહ છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. જો આદુના ચમત્કાર જોવા હોય તો ડેઇલી ડાયેટ ચાર્ટમાં આદુનો ઉપયોગ કરી જુઓ આદુ ઇન્ફેકશન થવાથી પણ બચાવે છે અને બેકટેરીયા અટકાવવાની ક્ષમતા પણ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.