Abtak Media Google News

માર્ચ-૨૦૧૯માં નિકાસમાં ૧૧ ટકાનો જોવા મળ્યો વધારો

ભારત દેશની આર્થિક સ્થિતિને સ્થિર કરવા નિકાસ ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ૨૦૧૪-૧૫ની સરખામણીમાં ૨૦૧૮-૧૯માં નિકાસે નવા આયામો સર કર્યા છે તેમ સામે આવી રહ્યું છે. માર્ચ માસમાં ૨૦ થી ૩૦ જેટલા મહત્વપૂર્ણ ચીજવસ્તુઓ નિકાસમાં વ્યાપક વેગ જોવા મળ્યો હતો ત્યારે આંકડાકિય માહિતી વિશે વાત કરવામાં આવે તો માર્ચ માસમાં નિકાસમાં ૧૧ ટકાનો વધારો  જોવા મળ્યો છે અને ૩૨.૫ બિલીયન ડોલરની વૃદ્ધિ પણ ભારત સરકારને થઈ છે જે ખુબ જ મહત્વપૂર્ણ વાત કહી શકાય.

Advertisement

વાત કરવામાં આવે તો નિકાસમાં માર્ચ મહિનો ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. માર્ચ માસમાં જે ૧૧ ટકાનો અધધ વધારો જોવા મળ્યો હતો તે ગત પાંચ માસ કરતા અનેકગણો વધુ રહ્યો છે. સરકાર મહદઅંશે નિકાસ ઉપર મદાર રાખવામાં કયાંક પીછે હઠ અને અસક્ષમ સાબિત થઈ હતી ત્યારે મરક્ધડાઈઝ એકસપોર્ટ-૨૦૧૮-૧૯ રૂ.૩૩૧ બિલીયન ડોલર રહેવાની સંભાવના સેવાઈ રહી છે કે જે ૨૦૧૩-૧૪માં ૩૧૪.૪ બિલીયન ડોલર રહ્યું હતું ત્યારે ૨૦૧૮-૧૯માં ઈલેકટ્રોનિક ચીજ-વસ્તુઓમાં ૩૯ ટકા રહ્યું હતું જયારે અન્ય ચીજ-વસ્તુઓની સરખામણીમાં પેટ્રોલિયમ પ્રોડકટ વધુ રહ્યું હતું.

કોઈ પણ દેશની સ્થિરતા માટે આર્થિક વ્યવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ પરીબળ રહેતું હોય છે અને જો કોઈ દેશ આર્થિક રીતે સઘ્ધર થવા માંગતું હોય તો તેને પોતાની નિકાસ વધુને વધુ કરવી જોઈએ પરંતુ અત્યાર સુધીમાં નિકાસને લઈ એવી કોઈ મહત્વપૂર્ણ કે મહત્વકાંક્ષી યોજના સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવી ન હતી જેના કારણે દેશની આર્થિક સ્થિતિ ઘણી ખરી વખત ડામાડોળ જેવી થઈ હતી.

વધુમાં નિકાસકારોએ જણાવતાં કહ્યું હતું કે, જીએસટી રીફંડ સહિત અનેક ચીજ વસ્તુઓને લઈ તેઓને મુશ્કેલી પડી રહી છે. એફઆઈઈઓના પ્રમુખ ગણેશકુમાર ગુપ્તાએ માહિતી આપતા કહ્યું હતું કે, એશિયા, ચાઈના અને સાઉથ ઈસ્ટ એશિયાનાં દેશો કરતાં ભારતની જે નિકાસ કરતી પ્રોડકટો છે તેમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે કે જે ભારત દેશ માટે સારા ચિન્હો સાબિત થશે અને આવનારા સમયમાં ભારતની આર્થિક સ્થિતિ પણ સુધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.