Abtak Media Google News
  • કેરીની આ ખાસ જાતનું 350 ગ્રામથી વધુ હોય છે અને તેમાં સુગરનું પ્રમાણ ઓછામાં ઓછું 15% હોય છે
  • મૂળ જાપાનની મિયાઝાકી કેરી જેની હવે ભારતના પણ અનેક રાજ્યોમાં થઈ રહી છે ખેતી, આ કેરીની આંતરરાષ્ટ્રીય
  • માર્કેટમાં બોલબાલા: આ કેરી એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે

અબતક, નવી દિલ્હી : ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે કેરી ઉપર લોકો તૂટી પડતા હોય છે. કેરી દરેકની પ્રિય છે અને તેથી જ કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને કેરી ખાવી ન ગમે. નાના-મોટા તમામ લોકોનું આ પ્રિય ફળ છે અને આખી સિઝનમાં દરેક તેને ખૂબ જ આનંદથી ખાય છે, ત્યારે કેરીની એક એવી જાત પણ છે કે જે કેરી રસિયાઓને ચોંકાવી દેશે.

મિયાઝાકી કેરી, જે એક મોંઘી અને મૂળ જાપાનીઝ કેરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 2 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાતી આ કેરી હવે ભારતના ઘણા ભાગોમાં ખૂબ લોકપ્રિય બની ગઈ છે. ભારતમાં મિયાઝાકી વેરાયટીની કિંમત એટલી બધી છે અને તેનો ક્રેઝ એટલો ઊંચો છે કે લોકો જરૂર કરતાં વધુ ચૂકવવા તૈયાર છે.  તમિલનાડુના સાલેમમાં રહેતા મિયાઝાકી કેરીના વિક્રેતા સતીશ રામાસામી કહે છે, “મારા એક ગ્રાહકે મારી પાસેથી એક કિલોગ્રામ મિયાઝાકી કેરી ખરીદવા માટે બેંગલુરુથી સાલેમ સુધી મુસાફરી કરી, “મેં તેને કહ્યું કે તેની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ.3,000 છે મને રૂ.17,000 ચૂકવવાની ફરજ પડી કારણ કે તે વિચારે છે કે આ કેરીના સ્વાદ સિવાય, વૈભવિપણું બતાવવા માટે પણ છે.

જાપાની ગ્રેડની મિયાઝાકી કેરી, મૂળ રૂપે જાપાનના ક્યુશુમાં ઉગાડવામાં આવે છે, તેનું વજન 350 ગ્રામથી વધુ હોય છે અને તેમાં સુગરનું પ્રમાણ ઓછામાં ઓછું 15% હોય છે.

મિયાઝાકીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા દ્વારા ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ તે કેરીના પ્રેમીઓમાં ઝડપથી લોકપ્રિય બન્યું હતું, આ કેરી મીઠાશ,ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે  જો કે, જે તેને વધુ ખાસ અને અદ્ભુત બનાવે છે તે તેની કિંમત છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં, આ જાત રૂ.2.3 લાખથી રૂ.3 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

ઉલ્લેખનીય છે કે લોધિકાના પંથકમાં આ કેરી ઉગાડતા ખેડૂત જયસુખ રાદડિયાએ જણાવ્યું કે ભારતમાં ઘણા લોકો જાપાનથી આ કેરી મંગાવી રહ્યા છે. આ વખતે આ કેરીની માંગ પણ વધી છે. ઘણા લોકો આ કેરીની માંગ કરી રહ્યા છે. જેનું વેચાણ અમે આવતા વર્ષથી શરૂ કરીશું. આ ઉપરાંત જયસુખ રાદડિયાએ વધુ એક દુર્લભ કેરીનું ઉત્પાદન કર્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.