Abtak Media Google News

રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લાકક્ષાએ ડીઈઓને આપી સૂચના: ડીઈઓ જિલ્લાકક્ષાએ આપશે કડક આદેશ 

ચીનમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં પણ કોરોનાને લઈને તૈયારીઓ સરકાર દ્વારા શરૂ કરી દેવાઈ છે. બાળકો કોરોનામાં ન સપડાય એ માટે સરકારે એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે મૌખિક આદેશો થયા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે.

Advertisement

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ ડીઇઓ દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યની 32 હજાર  પ્રા. શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા મૌખિક સૂચનાઓ અપાઈ છે. સ્કૂલમાં બાળકો 50 ટકા કરવાની પણ ભલામણ કરાઈ છે જોકે, આ બાબતે નિર્ણય લેવાય તેવી સંભાવના ઘણી ઓછી છે.

રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. જેને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેને લઈ હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવાશે.

રાજકોટ ડીઈઓ ગાઇડલાઇનના અમલ માટે પરિપત્ર કરશે

શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન અંગે મૌખિક સૂચના આપવામાં આવી છે ત્યારે પ્રા.શાળાઓમાં ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ ડીઈઓને મૌખિક સૂચના આપી છે. હવે ડીઈઓ ગાઇડલાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે તેમ જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.