Abtak Media Google News

હાલ સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાય રહ્યો છે ત્યારે તબીબોની સલાહ છે કે આ વેરીએન્ટમાં ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું જરૂરી છે.સમગ્ર વિશ્વમાં કોવિડ-19નો કહેર ફરી એકવાર વધી ગયો છે. કોરોનાવાયરસના નવા સબ-વેરિઅન્ટના ઉદભવ પછી દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ એલર્ટ મોડ પર છે.

દેશમાં કોરોનાના 1,394 સક્રિય કેસ નોંધાયા:  ગત બે સપ્તાહમાં
કોરોનાથી કુલ 22 લોકોના મોત થયા

સામાન્ય લક્ષણો માટે તબીબોએ માસ્ક પહેરવા પર ભાર મૂક્યો

દેશમાં ભરી કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં  કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને પંજાબમાં 1 વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા 2 અઠવાડિયાની વાત કરીએ તો કોરોનાથી કુલ 22 લોકોના મોત થયા છે. ઉપરાંત નવા કેસોમાં પણ વધ્યા છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ જરૂરી પગલા ભરવાના શરુ કરી દીધા છે. તો બીજીતરફ કોરોનાના નવા વેરિયન્ટ ઉંગ.1ની ટ્રેકિંગ પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે.ભારતમાં 22 ડિસેમ્બરે કોરોનાના 1,394 સક્રિય કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો.

ગોવામાં 31મી ડિસેમ્બરની ઉજવણી ચાલુ રહેશે

સમગ્ર દેશમાં કોરોનાનાં કેસોમાં જડપભેર વધારો જોવા મળી રહ્યો છે. ગોવામાં નવા પ્રકારના કુલ 19 કેસ નોંધાયા છે. આ કેસો જીનોમ સિક્વન્સિંગ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના ઉત્તર ગોવા પ્રદેશમાંથી નોંધાયા હતા. તમામ દર્દીઓમાં ઉધરસ અને શરદીના હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. સાત દિવસના હોમ આઇસોલેશન પછી તે સ્વસ્થ થયો. આવા કોઈ ક્લસ્ટરો નહોતા. અમે આ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પર નજર રાખી રહ્યા છીએ. ત્યારે ગોવામાં પણ કોરોના ના કેસો સામે આવ્યા છે. પરંતુ 31 ડિસેમ્બરના રોજ ન્યુયર પાર્ટી માટે જે લોકો ગોવા જતા હોય છે તે લોકોને જરૂરી તકેદારી રાખવી પડશે અને તેઓ નવા વર્ષની પાર્ટી પણ મનાવી શક્શે. હાલ ગોવામાં ન્યુયરની પાર્ટી માટે કોઈ કોઈ રોક ટોક મુકવામાં આવી નથી.

કોરોનાના નવા વેરિયંટની રસી માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે  લાયસન્સ માટે અરજી કરી

ભારતીય રસી નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે તે રસી માટે લાયસન્સ માટે અરજી કરવાની તૈયારી કરી રહી છે જે નવા જેએન.1 વેરિઅન્ટનો સામનો કરી શકે છે, કંપનીએ મનીકંટ્રોલને જણાવ્યું હતું. સીરમ હાલમાં ડઇઇ1 વેરિઅન્ટ વેક્સિન ઓફર કરી રહ્યા છીએ જે યુએસ અને યુરોપમાં જેએન1 વેરિઅન્ટ જેવી જ છે.  અમે આવનારા મહિનાઓમાં ભારતમાં આ રસી માટે લાઇસન્સ મેળવવાનું લક્ષ્ય રાખીએ છીએ.  અમે તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે નિયમનકારોને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની યોજના બનાવીએ છીએ.  ભારતમાં 22 ડિસેમ્બરે કોરોનાના 1,394 સક્રિય કેસ નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.