Abtak Media Google News

વિશ્વસનીયતાની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતના લોકતંત્ર માટે સમાચાર માધ્યમો અખબારી આલમ અને આજના મીડિયા જગત ને ચોથો સ્તંભની ઉપમા આપવામાં આવી છે તંદુરસ્ત લોકશાહી માટે ચૂંટાયેલી સરકાર સુરક્ષા તંત્ર ન્યાયતંત્રની જેમ જ માધ્યમની તટસ્થતા અને વિશ્વસનીયતાની સાથે સાથે સુદ્રધતા આવશ્યક છે, હવે માધ્યમોનું રૂપ દિવસે દિવસે બદલાતું જાય છે અગાઉ ના પ્રિન્ટ મીડિયા ની સાથે સાથે હવે ડિજિટલ મીડિયા પણ અસરકારક મધ્યમ તરીકે ઉપયોગી થઇ રહ્યું છે ત્યારે મીડિયા ની વિશ્વસનીયતા અવશ્યપણે જળવાવી જોઈએ ડિજિટલ યુગમાં અત્યારે વાયરલ વાયરસના કારણે સમાજમાં ઘણા અર્થના અનર્થ સર્જાય છે.

અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ ના વાઇરસને કાબૂમાં લેવો પણ આવશ્યક છે અત્યાર સુધી આડેધડ ચાલતા અને ચલાવવામાં આવતાં ડિજિટલ માધ્યમો પર હવે અંકુશ આવશે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર કોમેન્ટ કે ખોટી પોસ્ટ કરનારનું મૂળ શોધી ને તેને સજા આપવાથી લઇને નિયંત્રણની એક આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે મીડિયા પ્લેટફોર્મ પર મુકાયેલા અવધ સમાચાર ના કિસ્સામાં ૭૨ કલાકમાં જ આવા મેસેજ નું મૂળ શોધી કાઢી તેનો જવાબ આપવો પડશે.

કોઈ પણ વાંધાજનક અને ૨૪ કલાકમાં બતાવવું પડશે ડિજિટલ મીડિયા માં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા માધ્યમો અને ચેનાલો માં માતબર અને જવાબદારી સાથે કાયદેસરના પ્લેટફોર્મ સિવાય ના સ્ત્રોતો ને દૂર કરવામાં આવશે ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મને પબ્લીશર માટે સરકારે ખાસગાઈડ લાઈન ઘડી કાઢી છે હવે કયા અને કેવી રીતે ક્ધટેન્ટ પ્રકાશિત થાય છે સામગ્રી કયા પ્રકારની છે સ બ સ્ક્રબર  કેટલો છે તે તમામ માહિતી ૩૦ દિવસની અંદર શઆઇ ટીના નિયમ મુજબ પૂરી પાડવાની રહેશે બીજી તરફ ગૂગલ જેવા સર્ચ એન્જિન માટે પણ છાપાઓના સમાચાર માટે રોયલ્ટી આપવી પડશે મહેનત અને સંશોધન કરીને વિગતો કરનાર પત્રકારત્વ ની કદર થશે ગુગલ માત્ર એન્જિન છે તેને સમાચાર ની કિંમત ચૂકવવી પડશે ભારતીય અખબારોને ગૂગલ પાસેથી રોયલ્ટી મળવી જોઈએ સમય અને સંજોગો થી માધ્યમોનું રૂપ બદલાયું છે તેની વ્યાપકતા વધશે ત્યારે હવેના સંજોગોમાં માધ્યમો માટે આવકના સ્ત્રોતો વૈશ્વિકરણ થશે સાથે સાથે માધ્યમોએ પણ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખવાની જવાબદારી નિભાવવી પડશે સમાચાર માધ્યમો જેટલા નીસપક્ષ મજબૂત અને વ્યાપક બનશે તેટલા જ લોકતાંત્રિક પરિબળો સુદ્રઢ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.