Abtak Media Google News

સરકારની ‘લાલ આંખ’થી ટવીટ્ર ફફડયું: ગેરકાયદે કમેન્ટસ એકાઉન્ટસ ‘ધડાધડ’ ડીલીટ કરવાની કાર્યવાહી શરૂ

ઇન્ફેર્મેશન ટેકનોલોજી-૨૦૧૧ ની કલમ ૭૯ ની વિરુઘ્ધના તમામ ક્ધટેન્ટસ હટાવવા ટવિટ્ર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ અને ગુગલને ચેતવણી !!

સોશ્યિલ મીડિયા જાયન્ટસ પર ‘કાતર’ ફેરવતી સરકાર

આજના ર૧મી સદીના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીયુકત સેવાઓનો વ્યાપ વધતાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ દીનપ્રતિદીન વધતો જઇ રહ્યો છે. ફેસબુક ટવિટર, ઇન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મનો ઉપયોગ સિકકાની બે બાજુની જેમ સારો અને નરસો એમ બન્ને છે પરંતુ હાલ, કૃષિ કાયદાના વિરોધમાં સતત બે મહિના કરતાં વધુ સમયથી ચાલી આવતા ખેડુત આંદોલનમાં સોશ્યલ મીડિયાનો વાયરસ ધુસી જતાં મોટું જોખમ ઉભુ થયું છે. ટવિટર પર ટુલકીટ શેર થતાં હોબાળાના ભારત સહિત વિશ્ર્વભરમાં ધેરા પડઘાં પડયા છે. ત્યારે ટ્રવિટર  પરના તમામ ગેરકાયદેસર કમેન્ટસ અને ક્ધટેન્ટસ હટાવી દેવા સરકારે ૩૬ કલાકનો સમય આપ્યો છે. જે પરિણામ સ્વરૂપ આગામી ૩૬ કલાકમાં ટવિટરે ગેરકાયદે પોસ્ટ ધરબી દેવી પડશે.

વાલીની સ્વતંત્રતા અને અભિવ્યકિતના નામે હાલ, કોઇપણ વ્યકિત પોતાને અનુકુળ ગમે તે વસ્તુ કે વિચાર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટસ પર શેર કરે છે. જેમાંના ઘણા આડકતરી રીતે ગેરકાયદે પણ હેોય છે કે જે અન્યોના અધિકારનું હનન કરતાં હોય, આગામી ટુંક સમયમાં આવા ક્ધટેન્ટ, કમેન્ટસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદશે જેની શરૂઆત હવે, થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત અઠવાડીયે ટવિટરને નોટિસ ફટકારી ખાલિસ્તાન અને પાકિસ્તાન સમર્થક ભડકાઉ કમેન્ટસ, એકાઉન્ટસ દુર કરવા આદેશ કર્યા હતા. અથવા દંડ તેમજ જેલની સજા ભોગવવા ટવિટર તૈયાર રહે.

તેમ ચેતવણી આપી હતી. સરકારના આ આકરા વલણ સામે ટવિટરે ‘ફફડી’ એકાઉન્ટ બ્લોક, ડીલીટ કરી દેવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.