Abtak Media Google News

શહેરમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ હવે તો પોલીસ ચોકીની પાસે આવેલી દુકાનો અને પણ નિશાન બનાવી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો ભૂતખાના ચોક પાસે લોધાવાડ પોલીસની બાજુમાં આવેલી જલારામ પાન અને ટી સ્ટોલ નામની દુકાનમાં તસ્કર ટોળકીએ લોખંડની એંગલ વડે બે દરવાજાને તોડયા બાદ તેમાં પ્રવેશ કરીને રૂ.15000 ની રોકડ અને મોબાઈલ એસેસરીઝ મળી રૂ.60,000 નો મુદામાલ ચોરી કરીને નાશી છૂટયા હતા.વહેલી સવારે ચોરીના બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

બે વર્ષ પૂર્વે આ જ દુકાનમાં ચોરી થયાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી તસ્કરો ત્રાટકયા: સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

પ્રાપ્ત વિગતો મુજબ ભૂતખાના ચોક પાસે સત્યનારાયણ નિવાસમાં રહેતા લોધાવાડ પોલીસ ચોંકીની બાજુમાં જલારામ પાન અને ટી સ્ટોલની દુકાન ધરાવતા તુષાર રમણીકભાઈ સૂચક આજે વહેલી સવારે દુકાને જતાં ચોરી થયાની જાણ થઈ હતી.તુષાર ભાઈએ જણાવ્યું હતું કે મારી જલારામ અને ટી સ્ટોલની દુકાન પાસે રાત્રિના સમયે ગાંજાની ચલમ ફુંકીયા બાદ અજાણ્યા તસ્કરો લોખંડની એંગલ વડે દરવાજાની સ્ટોપર તોડીને પાનની દુકાનમાંથી રૂ.15000 ની રોકડ ચોરી મોબાઈલ એસેસરીઝ મળી કુલ રૂ.60000 નો મુદામાલ ચોરી કરી નાશી છૂટયા હતા.સ્થળ પર ગાંજાની ચલમ અને એક લોખંડનો સળિયો મળી આવ્યો હતો.બે વર્ષ પૂર્વે કોરોના કાળમાં પણ રૂ.1.50 લાખની રોકડ ચોરી થઈ હતી.ત્યારે પણ ભક્તિનગર પોલીસે માત્ર અરજી લઈને ફીંડલું વાળી દીધું હતું.

ઉલેખનીય છે કે એક દિવસ પૂર્વે જ કેનાલ રોડ પર એકસાથે ચાર-ચાર દુકાનમાં ચોરી અને ચોરીના પ્રયાસનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.જેમાં વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી તસ્કરો રૂ.14 હજારની કિંમતના વેલ્ડિંગ વાયર, બાજુમાં મેજિક બેકરીમાંથી રૂ.15 હજારની રોકડ, કારખાનાની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો આશ્રય ટ્રાવેલ્સની ઓફિસ, ઋષભ નાઇટવેર નામની દુકાનમાં પ્રવેશ્યા હતા. બંને દુકાનમાંથી કંઇ હાથ ન લાગતા ચીજવસ્તુઓ વેરવિખેર કરી હતી. હાલ પોલીસે આ તસ્કર ટોળકીને પકડી પાડવા તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.