Abtak Media Google News

ચાર માસ પૂર્વે એરપોર્ટ રોડ પર રહેતાં પ્રોઢની ભત્રીજીને ભગવતીપરામાં રહેતો યુવક ભગાડી ગયો હતો જેના સમાધાન માટે ભેગા થયાને પાણી ભરવાની ગાગરથી મારામારી થઈ

બી ડિવિઝન પોલીસ દ્વારા સામસામે આંઠ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી

શહેરમાં ભગવતીપરામાં પ્રેમસંબંધના મુદ્દે બે પરિવાર વચ્ચે પાણી ભરવાની ગાગર વડે મારામારી થતાં બે લોકોને ઇજા પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ એરપોર્ટ રોડ પર અમરજીત નગરમાં રહેતાં પ્રભાતભાઇ ઉર્ફે પરેશભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેરામ લખમણ બારૈયા અને પારસ બારૈયાનું નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, તેમના મોટા બાપુના દિકરા સંજયભાઇ લાલજીભાઇ ઝાલાની પુત્રીને બે ત્રણ મહિના પહેલા જીજ્ઞેસ ઉર્ફે જીગો લખમણભાઇ બારૈયા સાથે પ્રેમ સંબધ હોય જેથી તેની સાથે તે ધરેથી જતી રહેલ હતી. જે બાબતે સમાજના વડીલો મારફતે એક બીજાને સમાધાનની વાત-ચીત ચાલુ હતી પરંતું લખમણભાઇના બીજા પુત્ર જેરામ તથા તેનો દીકરો પારસ માનતા ન હોય અને તેઓની પુત્રી ક્યાં છે તેની જાણ ન હોય જેથી સમાધાનની વાત-ચીત ચાલુ હતી.દરમિયાન ગઇ કાલે રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ સંજયભાઇ તેની પત્ની સાથે આવેલ અને જેરામના ધરે સમાધાન અર્થે જવાનું કહેલ જેથી તેઓ તેમજ તેના પત્ની, સંજયભાઇ તેના અને મોટાભાઈ ભીખુભાઇ તથા તેના પત્નિ સાથે ઓટો રિક્ષામાં ભગવતીપરામાં જેરામના ઘરે ગયેલ હતાં. ત્યાં આરોપી જેરામ અને તેનો પુત્ર પારસ ઘરે હાજર હતાં. જ્યાં સંજયભાઇએ કહેલ કે, મારી દીકરીને તમારો ભાઇ ચાર મહિનાથી ભગાડી ગયેલ છે.અમને એનું મોઢું તો જોવા આપો કહેતાં આ બંને પિતા-પુત્ર ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી ઉશ્કેરાઇ જઇ તેના ધરમાં પડેલ ખાલી પાણી ભરવાની ગાગરથી હુમલો કર્યો હતો. તેમજ જેરામે સંજયભાઇને ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગેલ અને બોલાચાલી ઝધડો થતાં માણસો ભેગા થઇ જતાં વધુ મારથી છોડાવેલ હતાં. બાદમાં ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધ્યો છે. જ્યારે સામાપક્ષે ભગવતીપરા મેઈન રોડ પર રિધ્ધી સિધ્ધિ સોસાયટીમાં રહેતાં જેરામભાઈ લખમણભાઈ બારૈયા (ઉ.વ.52) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રભાત ઉર્ફે પરેશ બાબુ મકવાણા, દક્ષાબેન પ્રભાત મકવાણા, સંજય લાલજી ઝાલા, અનીતાબેન સંજય ઝાલા, ભીખુ બાબુ મકવાણા અને કાંતાબેન ભીખુ મકવાણાનું નામ આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે, તેઓ છૂટક સફાઈનું કામ કરે છે. તેમનો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીગો તેઓના વતન જસદણના દહીસરા ગામમાં રહે છે. જીગાએ સંજયભાઇ ઝાલાની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય જેથી બંને ગઈ તા.18/04/2023 ના મરજીથી મેરેજ કરેલ હતાં

જે મામલે બંને પક્ષ વચ્ચે સમાજના વડીલો મારફતે સમાધાનની વાતચીત ચાલુ હતી. ગઈ કાલ રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ ફરિયાદી પરિવાર સાથે ઘરે હાજર હતાં ત્યારે સંજય તેના પત્નિ અનિતાબેન તથા કુંટુંબી ભાઈ પ્રભાત ઉર્ફે પરેશ, ભીખુ તથા તેના પત્નિ કાંતાબેન સાથે ઘરે ઘસી આવી બેફામ ગાળો આપતાં તેઓ બહાર નીકળતાં આરોપી બોલવા લાગતા હું બહાર નીકળતાં આરોપીઓ કહેવા લાગેલ કે, અમારી દીકરી કયા છે કહી તમામ શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને તેમનો પુત્ર તથા પત્ની વચ્ચે પડતા તેને પણ ગાળો આપી ફળીયામાં પડેલી ખાલી ગાગર ઉપાડી માથામાં ઝીંકી દેતાં લોહીલુહાણ થઈ ગયાં હતાં. જેમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.અને બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.