Abtak Media Google News

ઘંટેશ્ર્વર પાસે ફ્લેટ લેવા મુદ્દે યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન ગુના ખોરીના અનેક બનાવો એકાએક વધવા પામ્યા છે ત્યારે ગઈકાલે ગાંધીગ્રામ પોલીસમાં બે બનાવો નોંધાવા પામ્યા છે જેમાં ઘંટેશ્વરમાં રહેતી મહિલાને તેના પાડોશી સાથે થોડા દિવસ પહેલા મારામારી થઈ હતી જે બાબતનો ખાસ રાખી ભાભી અને તેના દેરા મહિલાના ઘરમાં રહેલા ટીવી અને ગાદલા સહિતની ઘરવખરી સળગાવી દેતા ગુનો નોંધાયો છે.

જ્યારે બીજી ફરિયાદમાં કાલાવડ રોડ પર રહેતા અને બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતા યુવકને એક જમીન મકાનના દલાલે ફ્લેટ વેચવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યય અપમાનિત કરતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.

પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર ઘંટેશ્વર પછી વારીયામાં રહેતા ગીતાબેન અરવિંદભાઈ મકવાણા નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના પાડોશમાં રહેતા ખુશી બેન અનિલભાઈ યાદવ અને તેના દેર સુરેશભાઈ ઓમ પ્રકાશ યાદવ ના નામો આપ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે તેને બંને આરોપીઓ સાથે થોડા દિવસ પહેલા માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાસ રાખી તેઓએ તેના ઘરમાં ખુશી એવી ગાદલા ગોદડા વગેરે ઘરવખરીનો સામાન સળગાવી નાખી નુકસાન કરતા તેમને ફરિયાદ નોંધાવી છે.

જ્યારે બીજી ફરિયાદમાં જણાવ્યા અનુસાર કાલાવડ રોડ પર રહેતા ભાવેશભાઈ ડાયાભાઈ વાળવીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રવિ મોલ્યાનું નામ આપ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેમને નવી પ્રોપર્ટી ખરીદી હોવાથી તેમને વોટ્સેપમાં માં શયામા ટવીસ્ટ એપાર્ટમેન્ટ માંથી જાહેરાત આવી હતી. જેથી તેમાં તેને સંપર્ક કરતા રવિ મોલ્યા નામના વ્યક્તિએ તેમને ઘંટેશ્વર પાસે સાઈડ બતાવવા માટે લઈ ગયો હતો. તેમને ફ્લેટ બતાવ્યા બાદ ફરિયાદીને જ્ઞાતિ પૂછી તેમના જ્ઞાતિ અંગે હડધૂત કરી અપમાનિત કરતા તેમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.