Abtak Media Google News

ચાર શખ્સોએ ધોકા પાઈપ વડે માર મારતા પોલીસ કાર્યવાહી

માળિયા (મી) માં તલાક થયેલ હોય તેઓની સાથે કોર્ટ મેરેજ કરેલ હોય જે બાબતેનુ મનદુ:ખ રાખી આરોપીઓએ યુવકને ધારિયાના ઘા મારી તેમજ ધોકા વડે મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારે આરોપી વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી વિગત પ્રમાણે, માળીયા (મી) માલાણી શેરી સંઘવાણી વાસમાં રહેતા હુશેનભાઈ હૈદરભાઈ સંધવાણી (ઉ.વ.25)એ ફરીયાદીના ભાઇએ આરોપી હૈદરભાઈ તથા અજહરના ભાઇ સાથે જેના તલાક થયેલ હોય તેઓની સાથે કોર્ટમાં મેરેજ કરેલ હોય જે બાબતનુ મન:દુખ રાખી આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપી હૈદરભાઈએ બન્ને હાથમા હથેળીના તેમજ આંગળીના ભાગે ધારીયાનો ઘા મારી ઇજા કરી તેમજ જમણા હાથની ટચલી આંગળીમા ફેક્ચર જેવી ઇજા કરી તેમજ આરોપી સીંકદરભાઈએ ધારીયા વડે જમણા પગમા પેનીના ભાગે ઇજા કરી તેમજ આરોપી અજહર તથા શીરાજે ધોકા વડે ફરીયાદીને છાતીના ભાગે માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર હુસેનભાઇએ આરોપીઓ હૈદરભાઇ અબ્બાસભાઇ જેડા, અજહર અબ્બાસભાઇ જેડા તથા શીરાજ શકુરભાઇ જેડા તથા સીકંદર ભટ્ટી રહે.બધા માળીયા મી.વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.