Abtak Media Google News

ભૂકંપ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ, આગ, પુર સહિતની કુદરતી ઘટનામાં કઈ રીતે કામગીરી કરવી તેનું માર્ગદર્શન અપાયું

જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે એન.ડી.આર.એફ.ની ૬ બી.એન.બટાલીન વડોદરાની ટીમ દ્રારા બચાવ કામગીરી અંગે ડ્રેમોસ્ટ્રેશન યોજી અધિકારીઓ અને કર્મચારીઓને માહિતગાર કરાયા હતા. કમાન્ડર કમલેશ કરન્ડેએ એન.ટી.આર.એફ.ની ટીમ અને તેની કામગીરી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભૂંકપ, વાવાઝોડુ, અતિવૃષ્ટી, પુર, આગ લાગવાની કુદરતી ઘટના બને ત્યારે એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા કઈ રીતે ઓછા સમયમાં અસરકારક કામગીરી કરી બચાવ કામગીરી કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ મોઢામાં અનાજ કે કોઈપણ વસ્તુ ફસાઈ જાય ત્યારે કઈ રીતે બહાર કાઢવી,  હાર્ટએટેક સમયે પમ્મપીંગની બચાવ કામગીરી, લાઈફ જેકેટ, લાઈફ રીંગ અને ઘરમાં રહેલ કેન સાથે પાણીમાં કઈ રીતે તરવુ તે અંગે અને અક્માતમાં શરીરના કોઈપણ ભાગમાં ઈજા થાય અને લોહી વહે ત્યારે કઈ રીતે લોહીને વહેતુ બંધ કરવા અંગે એન.ટી.આર.એફ.ના જવાનોએ ડેમોસ્ટ્રેશન કરી અધિકારીઓને જાગૃત કરાયા હતા. આ ડેમોસ્ટ્રેશનમા અધિક કલેકટર એચ.આર.મોદી, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા અને ડિઝાસ્ટર ઓફિસર ત્રિવેદી સહિતના અધિકારીઓ સહભાગી થયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.