Abtak Media Google News

વિશ્ર્વના સૌથી વરિષ્ઠ ૧૧૭ વર્ષીય નાબી તાજીમાનું જાપાનમાં નિધન

જીવનશૈલી સ્વાસ્થ્યનો અરીસો હોય છે. ત્યારે જાપાનમાં લોકોની અને તંદુરસ્તી ગજબ હોય છે તેઓ સવારના નાસ્તાથી લઇને ડીનર પણ હળવુ લે છે. આમ છતાં આપણા કરતાં પ ગણુ વધુ કામ કરી શકે છે. લાંબી આયુષ્ય ધરાવતા  લોકો માટે જાપાન પ્રચલિત છે. સમયનો સદઉપયોગ અને કામમાં નિષ્ઠા, આ કારણે જ ટેકનોલોજીમાં પણ જાપાન અવ્વલ છે.

Advertisement

ગત વર્ષે જાપાનમાં સતાયુથી વધુ ચિરંજીવીઓની સંખ્યા ૬૮ હજારને પાર ગઇ હતી. વિશ્ર્વના સૌથી વરિષ્ઠ ૧૧૭ વર્ષની નાબી તાજીમાનું જાપાનમાં નિધન થયું છે. તેમને જન્મ ૪ ઓગષ્ટ ૧૯૦૦ માં થયો હતોે. શનિવારે રાત્રે ૮ વાગ્યે કાગોશીમાં વિસ્તારની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. ૨૦૧૫ થી તાજીમા જાપાનના સૌથી વૃઘ્ધ વ્યકિત હતાં.

૨૦૧૫ પહેલા વાયોલેટ બ્રાઉન વિશ્ર્વના સૌથી વૃઘ્ધ વ્યકિત હતા. ત્યારે તેમના મૃત્યુ બાદ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં તાજીમાનું નામ નોંધાયું હતું તાજીમા એક નસીંગ સેન્ટરમાં રહેતા હતા. જાન્યુઆરીથી તેનું સ્વાસ્થ્ય નબળુ પડયુ હતુ અને તેઓ હોસ્પિટલે ખસેડાયા હતા વધુ ઉમ્ર થઇ જતા અને સ્વાસ્થ્ય સરખુ ન રહેતા તેમનું મોત થયું હતું. હવે ૧૧ર વર્ષીય મસાઝો નોનાકા જાપાનના સૌથી વૃઘ્ધ વ્યકિત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.