Abtak Media Google News

મામાના ઘરે આંટો મારવા આવેલો

બાળક શ્ર્વાનો શિકાર બનતા અરેરાટી  શ્વાનના વધતા ત્રાસ સામે તંત્રે કોઈ પગલાં ન લેતા બાળકનો ભોગ લેવાયો

સુરતમાં કલરકામ કરતા યુવાનને શ્ર્વાને બચકા ભરી લેતા સારવાર મોત

કોડીનારમાં 8 જેટલા શ્વાને એક બાળકને ફાડી ખાતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બાળક ગીર ગઢડા થી કોડીનાર તેના મામાના ઘરે આટો મારવા આવ્યો હતો ત્યારે રેલવે સ્ટેશન નજીક 8 જેટલા શ્વાને તેને બચકા ભરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો ટૂંકી સાર્વ દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથક અરેરાટી વ્યાપી છે.

વિગતો મુજબ ગીર ગઢડાના સોનપરા ગામનું બાળક પોતાના મામાના ઘરે કોડીનાર રેલવે સ્ટેશન નજીક આવ્યો હતો. જેમાં ગઈકાલ સાંજે આ ઘોઝારી ઘટના બની છે. પ્રિન્સ સંજયભાઈ કામળીયા નામનો બાળક સાંજના સમયે ઘરની બહાર રમતો હતો એ સમયે બાજુમા બાવડોની જાળીઓમાં રહેતા 7 થી 8 જેટલા શ્વાનો આવી આ બાળકને ફાડી ખાતા ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ આર.એન.વાળા હોસ્પિટલ ખસેડાયો હતો.

જ્યા ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે.અત્રે ઉલ્લેખનીય છેકે શહેરમાં રખડતા શ્વાનોનો ખુબ જ ત્રાસ વધ્યો છે ત્યારે ત્યારે તંત્ર તરફ્થી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં આ વખતે શ્વાને બાળકનો જીવ લઇ લીધો છે.ત્યારે તાત્કાલિક રખડતા શ્વાનોને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી શહેરીજનોની ઉગ્ર માંગ છે.છેલ્લા કેટલાક સમયથી શહેરમાં શ્વાનોનો વસ્તી વધારો થઈ જવા પામ્યો છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં નહીં આવતા આજે, બાળકનો ભોગ લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ,સુરતમાં હજુ પણ શ્વાનનો ત્રાસ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાજન નામનો યુવક કલરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન ફેબ્રુઆરીમાં એક શ્વાને અચાનક જ તેમના પર હુમલો કરતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે તેણે તાત્કાલિક સારવાર કરાવી હતી. પરંતુ ત્યારબાદ થોડા દિવસ પછી ફરી તેના પર એક શ્વાને હુમલો કર્યો હતો અને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો. જમા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોતની નિપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.