Abtak Media Google News

હાથ મચકોડવાની ના કહેતા ભરવાડ શખ્સે બે મિત્રને છરીના ઘા ઝીંકી એકની હત્યા કર્યાનું ખુલ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એસ્સાર પેટ્રોલ પંપ નજીક ગત મોડીરાતે દલિત યુવાનની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કયાની પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ નાના બાળકનો ભરવાડ શખ્સે હાથ મરડી નાખતા તેને બચાવવા જતા જીવ ગુમાવ્યાનું બહાર આવતા પોલીસે ભરવાડ શખ્સની ધરપકડ કરી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એસ્સાર પેટ્રોલ પંપ નજીક દલિતવાસમાં રહેતા અજીત ગોરધનભાઇ પરમાર નામના 23 વર્ષના દલિત યુવાન અને લીલાપર રોડ પર રહેતા હુસેન ફકરૂદીન હોથી તાજપર રોડ પર આવેલા ફકરી પાન પાસે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અજીત પરમાર અને હુસેન હોથીને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં અજીત પરમારનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને હુસેન હોથીને બેભાન હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હુસેન હોથી ભાનમાં આવ્યા બાદ તેની કરાયેલી પૂછપરછમાં પોતાના મિત્ર અજીત પરમાર સાથે તાજપર રોડ પર કપડા ખરીદ કરવા ગયા હતા ત્યારે ત્યાં એક ભરવાડ શખ્સ નાના બાળકનો હાથ મરડીને મશ્કરી કરતો હોવાથી તેને મશ્કરી કરવાની ના કહેતા ઉશ્કેરાયેલા રમેશ મંગા ભરવાડ નામના શખ્સે ઢીકાપાટુ મારી બંને મિત્ર પર છરીથી હુમલો કરી ભાગી ગયો હતો. ગંભીર રીતે હુસેન ઘવાયો હોવા છતાં પોતાના મિત્ર અજીત પરમારનો જીવ બચાવવા રિક્ષામાં મોરબી હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રમેશ મંગા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.