Abtak Media Google News

Table of Contents

ઉગતી પેઢીના ભણતર ગણતર સહિતની જીવન શૈલીમાં અને સંસ્કાર-સંસ્કૃતિના વર્તમાન ઢાંચામાં નાના મોટા ફેરફારની હવા પેદા થવાનો સળવળાટ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે: કમસેકમ કશુંક તો એ પોતાની પાછળ મૂકી જવાની ચેષ્ટા ન કરે અનિવાર્ય !….

હવે ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ વચ્ચે તીવ્ર સ્પર્ધા ન સર્જાય તો જ નવાઈ ! કારણ કે જયારે જયારે તક મળી અને શિથિલતા છતી થઈ ત્યારે ઘણે ભાગે ભૌતિકવાદે આધ્યાત્મિકવાદની સામે માથું ઉંચકાયું જ છે ! એવા વખતે શ્રી કૃષ્ણે કહેવું જ પડયું છે કે, ‘ધર્મ સંસ્થાપનાય, સંભવામિ યુગે યુગે’… આ તબકકે એવું કહેવું પડે તેમ છે કે, ભૌતિકવાદના વિકરાળ સ્વરૂપસમાં કોરોના વાયરસે આધ્યાત્મિકતાના ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્’ સ્વરૂપની સામે કાળમુખું માથું ઉંચકયું છે!…

છેલ્લા કેટલાય અઠવાડિયાથી કોરોના વાયરસે સર્જેલા હાહાકારને પગલે અને તેણે ભારતની તેમજ વિશ્ર્વની માનવજાતને જે કઢંગી હાલતમાં મૂકીને તેની સમૂળગી જીવનશૈલીમાં અને જીવનની વિવિધ પ્રણાલીઓમાં કલ્પનાતીત બદલાવ આણ્યા છે તે આગામી સમય દરમ્યાન માનવીની વર્તમાન જીવન શૈલીમાં રહેણીકરણીમાં કાર્ય પધ્ધતિમાં વિવિધ ગતિવિધિઓનાં ઢાંચામાં બદલાવની ફરજ પાડે એવો ઘાટ ઘડાઈ રહ્યો છે. સવારે પથારીમાંથી ઉઠીએ અને એક પછી એક ફરજિયાત કામગીરી કરતા કરતાં અને ન્હાવા ધોવાથી માંડીને રાત્રે ફરી પથારીમાં સૂઈ જઈએ ત્યાં સુધક્ષમાં જાતજાતના નિશ્ર્ચિત ધારાધોરણ મુજબ અને એલર્ટ ચેતવણીના ધમપછાડા કર્યા જ કરવા એ આસાન હોતું નથી. આખુ ઘર એમાં કાર્યરત રહે, એ પણ એક પ્રકારની ટેવ પાડવા સમું બને છે!

‘કોરોના-વાયરસ’ના કાળમુખા ધમપછાડા એકલા ભારતમાં જ નહિ, વિશ્ર્વના અન્ય દેશોમાં પણ સતત થતા રહ્યા છે. ત્યાં બધે જ હવે તો કુટુંબીઓ વસવા લાગ્યા છે.

‘કોરોના’ના હાહાકાર પહેલા જ, ઘણા વખતથી પરદેશ તરફ ભારતીયોની હિજરત વધતી રહી હોવા છતાં આપણે ત્યાં હવે અજાણી રહી નથી.

શૈક્ષણિક લાયકાતના જોરે કે પછી નોકરી-ધંધાની વધતી રહેલી શોધમાં વિદેશ જવા ઈચ્છતા ભારતીયો સંખ્યા સતત વધતી રહી છે. દેશ છોડવાની આ ઘેલછામાં હવે તો એવા લોકો પણ જોડાય છે. કે, જે દેવું કરીને અથવા તો ગેરકાયદે આંટુઘુંટીઓ કરીનેય વિદેશમાં વસી જવા તત્પર રહે છે.

એક તરફ આપણે આપણું બુધ્ધિધન પરદેશમાંથી પરત લાવવા પ્રયત્નોકરીએ છીએ ત્યારે આ ‘ભારત છોડો’ ટ્રેન્ડ ચાલુ રહેતો આવ્યો છે.

આપણાદેશમાંથી મેકિસકો, રશિયા, યુ.કે, યુએસએ, ચીન, ફિલીપિન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જર્મની, કેનેડા જેવા દેશોમાં આપણા વિદ્યાર્થીઓ, પરિવારો વિવિધ કારણોસર જતા હોવાનું આપણે સૌ જાણીએ છીએ. આફ્રિકાના અમુક દેશોમાં તેમજ યુ.એ.ઈ. દુબઈ વગેરે અમુક ઈસ્લામિક દેશોમાં પણ ભારતીયો જાય છે.

અભ્યાસ કરવા જનારામાં અમેરિકા પછી બ્રિટન જવાની સૌથી વધુ ચાહત હતી. પરંતુ વિદ્યાર્થીઓ માટે વિઝાના બ્રિટીશ કાયદા વધુ આકરા ને મોંઘા બન્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલિયા ફેવરીટ બન્યું. અમેરિકન સ્ટુન્ડન્ટ વિઝા ન મળે તો એમની પ્રથમ પસંદગી ઓસ્ટ્રેલીયા રહેતી પરંતુ આ સિનારિયો અચાનક પલટાયો જયારે સ્થાયી લોકો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ પર પસંદગી ઉતારે છે.

‘આ અબ દેશ છોડ ચલે’ એવો પડઘો વિશ્ર્વના ઘણા દેશોમાં પડી રહ્યો છે.

આ બધુ હવે જાણે કોઠે પડી રહ્યું છે.

જે દેશમાં રહીએ એ દેશની જીવન પધ્ધતિની આદત પાડવી જ પડે છે, અને એને ક્રમે ક્રમે જીવન પધ્ધતિનો એક હિસ્સો બનાવી જ લેવો પડે છે.

‘કોરોના-વાયરસ’ લોકો લાંબા વખત સુધી તેમની જીવન પધ્ધતિ મુજબ ‘એલર્ટ’ અને દહેશત હેઠળ રહેવા હરવા ફરવાની તેમજ બેસવા ઉઠવાની ફરજ પાડી જ છે. એમાં પણ લોકડાઉન હેઠળ તો કોરોના બ્રાન્ડ બનાવી દીધા છે. અને એની રીતરસમ કે રીતરિવાજ મુજબ રહેતા કરી દીધા છે. સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારથી છેક રાત્રે સુતાં સુધી તેમની લાઈફ સ્ટાઈલ અનુસાર જ હાલવા ચાલવાની તેમજ બેસવા ઉઠવાની ટેવ પાડી દીધી છે. એ મુજબ રહેવા માટે કોઈ ખાસ પધ્ધતિને યાદ કરવી પડતી નથી.

આપણા દેશના લોકો વિદેશમાં રહેવા છતાં એમની લાફ સ્ટાઈલમાં બદલાતા ગયા છે.

આખા વિશ્ર્વમાં આવું બધુંજ થતું રહ્યું છે. મહિલાઓતેમજ પુરૂષો, એમ બંનેમાં આવો બદલાવ સ્વીકારવો પડયો છે.

હાલ તલર્ત તો એવું જ ચિત્ર ઉપસે છે કે, કોરોના વાયરલ હમણાસુધી જે હાહાકાર મચાવ્યો છે. અને તેનું ધાર્યું કરાવ્યું છે. એ જોતાં આગામી સમયમાં આપણા દેશની કેટલીક પ્રજાની રોજીંદી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કે બદલાવની તે ફરજ પાડવાનો સંભવ છે. કમસેકમ અમુક વખત સુધી એવું બનશે કોરોના કેટલાક વખત સુધી તો તેની કોઈને કોઈનિશાની મૂકી નહિ જાય, એમ કોણ નહિ ઈચ્છે ?

બાકીતો આપણા દેશમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં જતા રહેવાનુ નહિ છોડે, એમ અત્યારના સ્થિતિ સંજોગો ઉપરથી કહેવું જ પડે છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.