Abtak Media Google News

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 10 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા વધારે પ્રબળ બનાવી છે. શ્રીલંકા 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો મેચ માત્ર ઓપચરિક રહ્યો છે. ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ 12.2 ઓવરમાં 86 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી.

ન્યૂઝીલેન્ડે માત્ર 23.2 ઓવરમાં જ 5 વિકેટે જીત મેળવી : આજે આફ્રિકા અને અફઘાન વચ્ચે મેચ

કોનવે 45 અને રચિન 42 રને આઉટ થયો હતો. આ પછી ડેરિલ મિચેલે આક્રમક 43 રન બનાવી ટીમની જીત તરફ લઇ ગયો હતો.ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર પથુમ નિશંકા 2 રને આઉટ થતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. કુશલ મેન્ડિસ (6), સમરવીક્રમા (1) અને અસલંકા 1 રને આઉટ થતા શ્રીલંકાએ 70 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કુશાલ પરેરાએ 28 બોલમાં 9 ફોર અને 2 સિક્સરની મદદથી 51 રન બનાવી કંઇક અંશે સ્થિતિ સંભાળી હતી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ 2023ની પોતાની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ તે સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ તરીકે સૌથી પ્રબળ દાવેદાર બની હતી. આ વર્લ્ડ કપમાં ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે, જ્યારે ચોથી ટીમ તરીકે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત ત્રણ ટીમો રેસમાં છે. જોકે શ્રીલંકા સામેના વિજય બાદ 99 ટકા નિશ્ચિત છે કે સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ હશે. પાકિસ્તાને સેમિ ફાઈનલમાં પ્રવેશવું હોય તો ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે, જે લગભગ અશક્ય જેવી વાત છે. જો ઇંગ્લેન્ડની પ્રથમ બેટિંગ આવશે તો પાકિસ્તાન ટોસ સમયે જ બહાર થઇ જશે. આજે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે જેમાં અફઘાનિસ્તાનની હાર જાણે નક્કી છે .વિશ્વકપ 2023નો પ્રથમ સેમીફાઇનલ તા. 15 નવેમ્બરના રોજ રમાશે અને બીજો સેમિફાઇનલ તા. 16 નવેમ્બરના રોજ રમાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.