લ્યો કરો વાત.. ન્યુઝીલેન્ડ ટીમને ભારત માંથી ધમકી મળેલ : “ના-પાક” 

ઉલટા ચોર કોટવાલ કો દાટે !!!

પાકિસ્તાનના માહિતી મંત્રીએ ભારત પર નિશાન તાક્યું, ભારતે આરોપ પાયાવિહોણા ગણાવ્યા 

ના-પાક પાકિસ્તાનની ફરી એક ના-પાક હરકત સામે આવી છે. ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાન પ્રવાસ રદ કરતા પીસીબીએ ભારત દેશ પર આરોપ લગાવ્યો હતો કે, ભારત દેશમાંથી ટીમને ડરાવતો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. જેના પગલે પ્રવાસ રદ થયો હતો. બીજી તરફ ભારત દેશ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ ટીમ દ્વારા  સલામતિના જોખમનના કારણે છેક છેલ્લી ઘડીએ પાકિસ્તાન પ્રવાસ રદ કરીને સ્વદેશ પરત ફરતાં પાકિસ્તાન ભારે શરમજનક સ્થિતિમાં મૂકાયું છે.

ત્યારે પાકિસ્તાન પોતાની ઇજાત બચાવવા માટે હવાતિયા મારી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ફાવદ ચૌધરીએ એવો બફાટ કર્યો છે કે, ભારતમાંથી ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ અમારા દેશનો પ્રવાસ અધૂરો છોડીને સ્વદેશ પાછી ફરી હતી.

પાકિસ્તાનના આંતરિક મંત્રી શેખ રાશિદ અહમદ અને માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, ઓગસ્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકી ઈહસાનુલ્લાહ ઈહસાનના નામથી એક બનાવટી પોસ્ટની રચના કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, ન્યૂઝિલેન્ડની ક્રિકેટ બોર્ડ અને સરકારે તેની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવી જોઈએ નહીં. જો તેઓ ત્યાં જશે તો તેમને ટાર્ગેટ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન આ પ્રકારના ગપગોળા ચલાવતું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની મેલી મુરાદથી સારી રીતે વાકેફ છે. જેના કારણે તેના આ પ્રકારના પાયા વિહોણા આક્ષેપોને વિશ્વસમુદાય ગંભીરતાથી નહીં લે.  આ તકે ભારત દેશના એક્સ્ટરનલ અફેર્સના પ્રવક્તા અરીનદમ બાગચીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને સૌપ્રથમ પોતાના દેશની છબી સુધારવી જોઈએ અને જવાબદારી પણ સ્વીકારવી જોઈએ તેમ કહી પાકિસ્તાનના આરોપ  પાયાવિહોણા ગણાવ્યા હતા.

ફાવદ ચૌધરીએ જણાવતા કહ્યું હતું કે, જે ઉપકરણથી ઇમેઇલ આવ્યો હતો તે ભારતીય છે. અને તેજ ડિવાઇઝ માંથી 13 આઈડી હોવાનું સામે આવ્યું હતું. સામે જે મેલ આવ્યો તે મહારાષ્ટ્ર માંથી આવ્યો હતો. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે,આઇસીસીએ આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.