Abtak Media Google News

શહેરમાં વધતા જતા કોરોના કેસથી વાયરસ હવામાં પણ ફેલાતો હોવાના આરોગ્ય સંસ્થાનું તારણ સાર્થક: ૨૪ કલાકમાં વધુ ૨૬ લોકો કોરોના વાયરસમાં સપડાતા કુલ આંક ૩૦૦ને પાર

થોડા દિવસો પહેલા જ ડબ્લ્યુએચઓ અને અન્ય આરોગ્ય સંસ્થાઓએ કોરોના વાયરસ હવામાંથી પણ ફેલાતો હોવાની પુષ્ટિ કરી હતી. જે પુષ્ટિને સમર્થન આપતા રાજકોટમાં પણ હાલ કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ બનતા હવામાં વાયરસના લક્ષણો ફેલાતા હોવાનું લાગી રહ્યું હોય તેમ ગઈ કાલે બપોરે રાજકોટના પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજા કોઈ પણ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં ન આવ્યા છતાં પણ તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવામાં કોરોના વાયરસના લક્ષણ ફેલાતા આરોગ્ય સંસ્થાના તારણ સાર્થક થઈ રહ્યું હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગઈ કાલે એક દિવસમાં જ રાજકોટમાં વધુ ૨૬ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. અને બે પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.

રાજકોટમાં કોરોના ચેપ ખૂબ ઝડપથી ફેલાતો હોવાથી આરોગ્ય વિભાગમાં ચિંતાનો વ્યાપ પ્રસરી રહ્યો છે. સરકારી કર્મચારીઓ, કોરોના વોરીયર્સ તરીકે પોલીસમેનો, તબીબો સહિત આમ જનતા કોરોનાની ઝપટે ચડી ચુક્યા બાદ કોરોનાએ પત્રકારને પણ વાયરસનો ચેપ લાગ્યો હતો. રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ માતૃકૃપા, ૪ – બાલમુકુંદ પ્લોટ ખાતે રહેતા પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજાને ગઈ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂરતી તકેદારી અને જાહેર સ્થળોએ જવાનું ટાળવા છતાં પણ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનુ જાણવા મળ્યું છે.થોડા દિવસો પહેલા જ ડબ્લ્યુએચઓ અને અન્ય આરોગ્ય સંસ્થાઓએ કોરોના વાયરસ હવામાં પણ ફેલાતો હોવાની પુષ્ટિ કરી હતી. એ જ રીતે રાજકોટના પત્રકાર પણ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ના આવ્યા છતાં પણ કોરોના પોઝિટિવ આવતા વાયરસના લક્ષણ હવામાંથી જ લાગ્યા હોવાનું લાગી રહ્યું છે.

રાજકોટ સિટી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ બન્યો છે. ગઈ કાલે વધુ ૨૬ લોકો કોરોના પોઝિટિવ આવતા શહેરમાં કુલ કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી છે. જ્યારે બે વ્યક્તિઓના મોત નિપજ્યાનું જાણવા મળી રહ્યું છે. હવામાં કોરોના લક્ષણ ફેલાતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. માત્ર શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને જામનગરમાં સતત કોરોના ફેલાવો વધતો રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલે વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં વધુ ૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મંડલીક પુરના વૃદ્ધ અને વિસાવદર જૂની ચાવડ ગામના ૬૦ વર્ષના વૃદ્ધ અને જૂનાગઢ શહેરના ૬૮ વર્ષીય વૃદ્ધ ના ચાલુ સારવારમાં મોત નિપજ્યા હતા.

કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની યાદી

મવડી મેઈન રોડ પર આનંદ બંગલા ચોક પાસે રહેતા ચાવડીયા જડીબેન ગોકળભાઈ (ઉ.વ.૭૯), એસ.એન.કે સ્કુલ પાસે ૧૦૩-રવિ જયોત એપાર્ટમેન્ટમાં રહેતા હિનાબેન સિદ્ધપુરા (ઉ.વ.૩૯), એસ.એન.કે.સ્કુલ, ૧૦૩-રવિ જયોત એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ સિદ્ધપુરા (ઉ.વ.૪૩), કોસ્મોપ્લેક્ષ પાછળ, ચંદ્રા જગજીવન, બ્લોક એફ-૭, મેરીગોલ્ડ રેસીડેન્સીમાં રહેતા હરીશ ચંદ્રા (ઉ.વ.૫૪), એરપોર્ટ રોડ પર રહેતા હિતેશ ચંદ્રકાંત (ઉ.વ.૫૫), સંત કબીર રોડ પર રહેતા પંકજ ભગવાન (ઉ.વ.૩૦), સંતકબીર રોડ પર રહેતા મનીષ નવતર (ઉ.વ.૨૬), કૃષ્ણનગરમાં રહેતા મદીના નિઝામ મુલતાની (ઉ.વ.૪૮), કોઠારીયા રોડ પર રહેતા મગન નરશી (ઉ.વ.૫૮), આદર્શ સોસાયટીમાં રહેતા નારણ દેવશંકર (ઉ.વ.૮૦), જુનુ ગણેશનગર શેરી નં.૫, કોઠારીયા પાર્ટમાં રહેતા ભરતભાઈ જેન્તીભાઈ મકવાણા (ઉ.વ.૪૭), સી/૧૦/-૨૪, સેન્ચુરી ક્રિસ્ટલ મોલ પાછળ રહેતા મીનાબેન કાસુન્દ્રા (ઉ.વ.૫૦), શુભલક્ષ્મી વેણુગોપાલ સોની (ઉ.વ.૩૮), પ્રિયાંશ વેણુગોપાલ સોની (ઉ.વ.૧૭), ગીરીરાજ, જયરાજ પ્લોટ-૮, પેલેસ રોડ પર રહેતા વેણુગોપાલ શ્યામલાલ સોની (ઉ.વ.૪૮), કેવડાવાડી-૨૨માં રહેતા સુમિતાબેન વિજયભાઈ સિદ્ધપુરા (ઉ.વ.૨૫), શ્રી કુલ એપાર્ટમેન્ટ, જાગનાથ પ્લોટ ૨૨/૨૯માં રહેતા સરોજબેન હરેશભાઈ આડેસરા (ઉ.વ.૫૬), પુનિત સોસાયટી, કોઠારીયા મેઈન રોડ પર રહેતા સંદીપભાઈ યોગેશકુમાર પરમાર (ઉ.વ.૪૩), યશ્ર્વી, કસ્તુરબા રોડ, ભારમલ ગેસ એજન્સીમાં રહેતા ચિતરંજન જયંતીલાલ જુથાણી (ઉ.વ.૬૭), માતૃકૃપા, ૪-બાલમુકુંદ પ્લોટ, નિર્મલા કોન્વેન્ટ રોડમાં રહેતા જયદેવસિંહ શકિતસિંહ જાડેજા (ઉ.વ.૪૮), વૃંદાવન વાટીકા-૩, મટુકી રેસ્ટોરન્ટ પાસે, ૮૦ ફુટ રોડ પર રહેતા રઘુભાઈ ભીમજીભાઈ વાગડીયા (ઉ.વ.૫૧), દયામય માતા ચર્ચ, જુના રેલવે સ્ટેશન સામે રહેતા એફ.આર.જોજી, રચિત, ૪-ડી/ મણીનગરમાં રહેતા જાગૃતિબેન હિતેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૨), મેઘમાયાનગરમાં રહેતા ગીતા કિશન (ઉ.વ.૩૦), મોસ્લી લાઈનમાં રહેતા જાફાઈ મેરાજ (ઉ.વ.૫૦) અને સીતારામનગર, ભાવનગર રોડ પર રહેતા નારણ સિવા (ઉ.વ.૬૦)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.