ભાણવડના રાપર ગામે બે સાળાઓએ બનેવીની કરી કરપીણ હત્યા

તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું : પરિવારમાં કલ્પાંત

અબતક,રાજકોટ

ભાણવડનાં રાણપર ગામે નવરાત્રી ના તહેવાર સમયે હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.રાણપર ગામે સાંજના 5 વાગ્યાના આસપાસ બે સાળાઓએ બનેવીને તિક્ષણ હથિયારના ઘા મારી પતાવી દીધા હતા. હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બંન્ને આરોપી પોલીસના હાથવેતમાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

બનાવ અગ્નેની મળતી વિગતો મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા અને ખેત મજૂરી કરતા પોલાભાઈ રાજાભાઈ સદીયા સાંજના 5 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે તેઓના સાળા ગોવિંદ નથુ ખરા તથા અરવિંદ નથુ ખરાએ તિક્ષણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવતા પંથકમા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગેની જાણ થતા સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકિદે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરી હતીજ્યારે બંને આરોપીઓ પોલીસના હાથવેતમા હોય તેમ જાણવા મળી રહ્યુ છે.

હાલ તો કયા કારણોસર બંને શાળાઓએ બનેવી પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે તે જાણવા પણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.