Abtak Media Google News

મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું ખુલ્યું: મ્યુચ્યલ ફંડ, બોન્ડ તથા બેંક ડીપોઝિટી પણ એટેચ કરાઈ

મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ઇફ્ફકોના મેનેજિંગ ડાયરેક્ટર એમડી યુ.એસ અવસ્થીના મ્યુચલ ફંડ, બોન્ડ, બેંક ડીપોઝિટી સહિતની 54 કરોડ રૂપિયાની મિલકત ટાંચમાં લીધી છે. જેને ધ્યાને લઇ ઇફકોના યુદઈ અવસ્થી અને તેમના પરિવારજનો વિરુદ્ધ દાખલ કરાયેલ કેસ રૂપિયા 685 કરોડના ખાતર કૌભાંડ સાથે સંકળાયેલો છે. આ પૂર્વે પણ ઇડીએ જૂન મહિનામાં ઇફકોના  20.96 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.

આ કેસ 2007થી 2014 દરમિયાન ઇફ્ફોના એમડી અવસ્થી અને ઇન્ડિયન પોટાશ લિમિટેડના સીઇઓ પી.એસ ગેહલોતના એનઆરઆઇના પુત્રો અને અન્ય લોકોના વિદેશી પુરવઠાકર્તાઓને કથિત રીતે લાંચના સ્વરૂપમાં 685 કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ સાથે સંબધિત છે.  ઇફકો એક ખેડૂતોની સહકારી સંસ્થા છે. ઇડીએ આ જ કેસમાં રાજદના રાજ્યસભા સાંસદ અમરેન્દ્ર ધારી સિંહની 27.79 કરોડની એફડી પણ ટાંચમાં લીધી હતી.ગત વર્ષની 30 જુલાઈ ના રોજ ઇનફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સ્પેશિયલ કોર્ટ સમક્ષ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.  સેન્ટ્રલ બ્યુરોે ઓફ ઇન્વેસ્ટીગેશને 17મે 2021ના રોજ દાખલ કરેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યોે હતો.

આવનારા સમયમાં હજુ પણ આ અંગે વધુ ગંભીરતા સબર તપાસ હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં કારણકે આ ખાતર કૌભાંડમાં અનેક લોકોના હજુ પણ નામ ખૂલે તેવી શક્યતા છે. હાલ દરેક સેન્ટ્રલ એજન્સીઓ ગેચરતા ઉદ્યોગકારોની સામે લાલા કરી તવાઈ બોલાવી રહ્યું છે ત્યારે ઇફકોના એમડી ની મિલકત ટચમાં લેવાતા અન્ય ખુલાસાઓ થવાની પણ પૂર્ણત: શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.