Abtak Media Google News

સ્કૂલે જતી તરૂણીને એક મહિનાથી પીછો કરી રોમિયો આંખ મારી જાતીય સતામણી કરતા નોંધાતો ગુનો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથરી રહી હોય તેમ રોમ્યાઓ બેફામ થઈ યુવતી અને તરુણીઓનો પીછો કરી છેડતી કરતા હોવાના બનાવો દિન પ્રતિ દિન સામે આવી રહ્યા છે સતત બે દિવસથી તરુણીની છેડતી થતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે સામે આવી રહી છે ત્યારે આજે ફરી એક ફરિયાદ સામે આવી છે જેમાં રોહિદાસપરામાં વિસ્તારમાં રહેતી તરુણી પોતાના સ્કૂલ પર જતી હતી ત્યારે છેલ્લા એક મહિનાથી તેના જ વિસ્તારનો ઢગો તેનો પીછો કરી આંખ મારી કરતો હતો જેમાં તેને ગઈકાલે તરુણીના વાળ ખેંચી ઢીકો મારી છેડતી કરતા તરૂણીના માતા દ્વારા ઢગા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શહેરમાં રોહીદાસપરા રહેતા મહિલાએ પોતાની ફરિયાદમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીમાં તેના જ વિસ્તારમાં રહેતો ચેતન નરેન્દ્ર સાગઠીયા નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે તેની 14 વર્ષની દીકરી પોતાની સ્કૂલ ઉપર જતી હતી ત્યારે ચેતન નામનો ઢગો તરુણી નો પીછો કરી છેલ્લા એક મહિનાથી તેને આંખ મારી આઇ લવ યુ કહી છેડતી કરતો હતો. જે વિશે તરુણીએ તેની માતાને જાણ કરી હતી ત્યારે તરુણીની માતાએ ઢગાને ઠપકો આપ્યો હતો.

ત્યારબાદ ગઈકાલ તરુણી પોતાની સ્કૂલે જતી હતી ત્યારે ચેતન નામના આ ઢગાએ તરુણી નો પીછો કરી તેના વાળ ખેંચ્યા હતા જેથી તરુણિએ તેનો પ્રતિકાર કરતા આરોપીએ તરુણીને ઢિકો માળી પછાડી દીધી હતી જેમાં તરુણી સાયકલ પરથી નીચે પડી જતા તેની આંગળીનો નખ નીકળી ગયો હતો. આ વાતની જાણ તરુણિએ તેની માતાને કરતા તેની માતા દ્વારા ચેતન સાગઠીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.