17 વર્ષીય વિદ્યાર્થીનો હનીટ્રેપમાં ભોગ લેવાયો, માતાની નજર સામે જ કર્યું મોતને વહાલું

આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે અહીં યુવકને હનીટ્રેપનો શિકાર બનાવ્યો ત્યારે સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૭ વર્ષનો વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર બનતા જીવન ટુંકાવ્યું હતું. વિચારો ફક્ત 17 વર્ષનો ધોરણ 12 માં અભ્યાસ કરતો એક ઘરનો વહાલો સોયો દીકરો જે હનીટ્રેઓનો ભોગ બની આપઘાત કરવા માટે મજબૂર બની ગયો તેની માના આંખોમાંથી હજુ પણ આ શું સૂકાતા નથી અને એ તેના પિતા હજુ ગમગીન અવસ્થામાં છે આ મા-બાપની એકમાત્ર ઘડપણની લાકડી કહી શકાય તેવા દીકરાનો ફક્ત થોડાક રૂપિયા માટે હનીટ્રેપની ગેંગે ભોગ લઈ લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના કતારગામમાં ઘનમોરા વિસ્તારની છે જ્યાં 17 વર્ષીય વિદ્યાર્થીએ 22 દિવસ પહેલા ઘાબા પરથી ભૂસકો મારી મોતને વ્હાલું કરી લીધું હતું. 17 વર્ષીય વિદ્યાર્થી ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. પહેલી માર્ચએ માતા-પિતા ઘરે સાંજે બેઠા હતા. દરમિયાન માતાએ પુત્રને બૂમ પાડી એટલામાં માતાની નજર સામે પુત્રએ ટેરેસ પરથી છલાંગ મારી દીધી હતી. માતા-પિતાએ એપાર્ટમેન્ટની નીચે દોડી 108 એમ્બ્યુલન્સમાં પુત્રને સારવાર માટે લઈ ગયા હતા. પુત્રને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી કર્યા બાદ પુત્રનું 3 માર્ચએ મોડીરાતે મોત થયું હતું.વિદ્યાર્થીએ આપઘાત કરવાના 2-3 દિવસ પહેલા ઘરે એકલો બેસી રહેતો અને ટેન્શનમાં હોય તેવું લાગતું હતું.વિદ્યાર્થીએ મિત્રોને પણ કોઈ વાત કરી ન હતી.

આ ઘટનામાં ચોકબજાર પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. વિદ્યાર્થીના ફોન-પેમાંથી 9600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને અલગ અલગ 4 ફોન નંબરોથી વિદ્યાર્થીને સતત કોલ આવ્યા હતા. વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ટોળકીએ ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. ચોકબજાર પોલીસે જે 4 મોબાઇલ નંબરો છે તેના પર કોલ કર્યો જોકે કોલ રિસીવ કર્યો ન હતો. ચારેય નંબરો બિહારના પટના નજીકના છે.

હાલમાં પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યો છે. સાથે પોલીસની ટીમ તપાસ માટે બિહાર રવાના કરાશે. વળી વિદ્યાર્થીએ માતા-પિતા પાસેથી ઉછીના રૂપિયા લઈ ફોન-પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા હતા. પરિવારે મોબાઇલ ચેક કરતાં મોબાઇલ નંબરોના કોલ અને ફોન-પે રૂપિયા ટ્રાન્સફર થતા બ્લેકમેલીંગનો મામલો હોવાનું લાગતા પોલીસ ફરિયાદ આપી હતી.