Abtak Media Google News

રાજયના 136 તાલુકાઓમાં છેલ્લા ર4 કલાક દરમિયાન ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર કૃપા વરસાવી રહ્યા છે. હજી તો ચોમાસાની સીઝન શરુ થવાને માત્ર એક મહિનો પણ નથી થયો ત્યાં સૌરાષ્ટ્રમાં સીઝનનો 106 ટકા જેવો વરસાદ વરસી ગયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 136 તાલુકામાં હળવા ઝાપટાથી મોડી સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરાં સૌથી વધુ 81ાા ઇંચ વરસાદ જયારે ધ્રાંગધ્રામાં સૌથી ઓછો માત્ર 10 ઇંચ વરસાદ પડયો છે. હજી ચાર દિવસ રાજયમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન ભીલોડામાં 87 મીમી, ધરમપુરમાં 81 મીમી, કપરાડામાં 78 મીમી, વાપીમાં 7પ મીમી, પારડીમાં 73 મીમી, ખેરગામમાં 70 મીમી, ટંકારામાં 58 મીમી, ઉમરગામમાં 53 મીમી, ગણદેવીમાં પર મીમી, વાંસદામાં પર મીમી, વલસાડમાં 4પ મીમી વરસાદ પડયો છે. આજથી વરસાદનું જોર ઘટી જશે ચાર દિવસ સુધી રાજયભરમાં હળવાથી મઘ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર જિલ્લામાં ર039 મીમી એટલે કે 81ાા ઇંચ વરસાદ વરસી ગયો છે જયારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં માત્ર 258 મીમી એટલે કે 10 ઇંચ વરસાદ પડયો છે.

રાજયમાં અત્યાર સુધીમાં સીઝનનો 72.57 ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં 105.92 ટકા વરસાદ પડયાનું નોંધાયું છે.સૌરાષ્ટ્રના જીલ્લાવાઇઝ જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 65.52 ટકા, રાજકોટ જિલ્લામાં 111.48 ટકા, મોરબી જિલ્લામાં 69.72 ટકા, જામનગર જીલ્લામાં 108.24 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 107.79 ટકા,  પોરબંદર જિલ્લામાં 98.60 ટકા, જુનાગઢ જિલ્લામાં 149.89 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 127.26 ટકા, અમરેલી જીલ્લામાં 84.09 ટકા, ભાવનગર જીલ્લામાં 97.37 ટકા, અને બોટાદ જીલ્લામાં 91.92 ટકા વરસાદ પડયો છે.આજે સવારથી રર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.

મોરબી જિલ્લાનો મચ્છુ-2 ડેમ ઓવરફલો

હેઠવાસના 24 ગામોને કરાયા સાવચેત

મોરબી જિલ્લાના વાંકાનેર પાસેનો મચ્છુ- 1 ડેમ 100 ટકા ભરાઈ જતા 24 ગામોને હાઈએલર્ટ કરાયા છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ 1 ડેમમાં નવાનીર આવ્યા છે. અને હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીઓએ ડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા.મોરબીના વાંકાનેર નજીક આવેલ મચ્છુ 1 ડેમ ભરપૂર સપાટીએ પહોંચી ગયો છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે 49 ફૂટની ઊંચાઈ ધરાવતો મચ્છુ 1 ડેમ 100% ભરાઈ ગયો છે. જેના પગલે આજે યાંત્રિક વિભાગ,અમદાવાદના કાર્યપાલક ઈજનેર શૈલેષ ધાનાણી, મચ્છુ 2 સિંચાઇ પેટા વિભાગ, મોરબીનાં નાયબ કાર્યપાલક ઈજનેર વી.એસ. ભોરણિયા તથા સેક્શન અધિકારી, મચ્છુ 2 સિંચાઇ યોજના બી.સી પનારા સહિતના અધિકારીઓએ ડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા. તેમજ મચ્છુ 1 ડેમમાં પાણીની આવક વધતા વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામો હાઈએલર્ટ કરવામાં આવ્યા છે.

તેમજ વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા અને ધમલપર તો મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામોના લોકોને નદીના પટમાં ન જવા અગાઉથી જ સુચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.