Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં લીંબુનું ઉત્પાદન ઓછુ હોવાથી ભાવ આસમાને

ઉનાળામાં લોકો ખાસ કરીને એનરજી ડ્રીંક તરીકે લીંબુ સરબતનું સેવન કરતા હોય છે.

Advertisement

પરંતુ હાલ લીંબુનાં ભાવની વાત કરીએ તો લીંબુ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે રૂ.૫૦ થી ૮૦ પ્રતી કિલોના ભાવે વેચાય છે. આ લીંબુ ગ્રાહકો સુધી પહોચે ત્યા તેનો ભાવ ૮૦ થી ૧૦૦ જેટલો થઈ જાય છે.

માર્કેટીંગ યાર્ડ ખાતે આવતા શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો કારણ કે ઉત્પાદન ખૂબજ ઓછુ છે.

Dsc 8322ભીંડો રૂ.૩૦ પ્રતિ કિલો, કાચી કેરી રૂ.૩૦ થી ૩૩ પ્રતિ કિલો, ટીડોરા ૧૫ થી ૨૦ પ્રતિ કિલો, લીલા મરચા રૂ.૧૦ થી ૧૫ પ્રતિ કિલો ઉપરાંત ઘણા શાકભાજી સસ્તા પણ છે.  દુધી રૂ.૩ થી ૭ પ્રતિ કિલો ટમેટા રૂ.૭ થી ૧૦ પ્રતિ કિલો રીંગણા રૂ.૨ થી ૩ પ્રતિ કિલો છે. જયારે લીંબુના ભાવ રૂ.૩૦ થી ૮૦ પ્રતિ કિલો જેવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લીંબુનું ઉત્પાદન ઓછુ થયું હોવાના કારણે માર્કેટીંગ યાર્ડમાં લીંબુની આવક પણ ઓછી છે.  વધુમાં આ લીબુ ગ્રાહકને રીટેઈલમાં રૂ. ૮૦થી લઈને ૧૦૦ પ્રતિ કિલોના ભાવ મળે છે.  આમ લીંબુના ભાવ આસમાને પહોચતા લોકોને ‘ખટાશ’નો અનુભવ થઈ રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.