Abtak Media Google News

ઓણુકુ વરહ બિપોરજોય વાવાઝોડાને પગલે ટંકારા પંથકમાં પડેલા વરસાદને કારણે વહેલી વાવણી થઈ ગઈ હોય અને અષાઢી માહોલ પણ જામતા ખેતરો ખફડયાણ નદી નાળા વુક્ષો સહિતનું કુદરતીપણું સોળે કળાએ ખીલી ઉઠી આંખોને ઠંડક આપે એવા દ્રશ્યો જોવા મળે છે.

ખેતરોમા લહેરાઈ રહેલ પાક ધરતી માતાએ લીલુડી ચુંદડી ઓઢી લીધી હોય એવુ લાગે છે તો પંખી પારેવડા પોતાના આશિયાના અદ્ભુત કારીગરીથી તૈયાર કરી રહેવા લાગ્યા છે. નદી નાળામાં નવા નિરની આવક થતા માટીની ખુશ્બુ સાથે હવામાનમાં ઠંડક રેલાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.