Abtak Media Google News

કેમિકલ યુકત પાણી પીવાથી…

ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલ પાણી માં ભળી જતા સર્જાય ઘટના

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં 20 અબોલ ધેટા બકરા ના મોત 12 ની હાલત અતી ગંભીર કુલ એક સૌ જેટલા જીવ હતા, પશુ આરોગ્ય વિભાગ ને જાણ કરતા સ્થળ પર જવા રવાના : ફેક્ટરી નુ કેમિકલ યુક્ત પાણી પિવાથી આ હાલત થયાનો માલધારી મોતીભાઈ સાટકાનો આક્ષેપ પદુષણ વિભાગ સહિતની ટીમ તાકીદે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠવા પામી છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમા ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકાના એકસો જેટલા ધેટા બકરા ટપોટપ પ્રાણ પંખેરૂ ઉડી જતા હાહાકાર મચી જવા પામ્યો હતો અને જોત જોતામાં 18 જેટલા જીવ સિમમા મુત્યુ પામ્યા હતા અને 2 ધરે પોચી મરણ થયુ છે તો એક ડર્ઝન થી વધુની હાલત ગંભીર છે અને અન્ય માલ નુ શુ થશે એ મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે આ અંગે તાલુકા પશુ આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર ભોરણીયા નો સંપર્ક કરતા પોતે સ્થળ પર પહોંચવા   આરોગ્ય ટીમ પણ તાકીદે સારવાર હાથ ધરી હતી.

ત્યારે માલધારી એ અમારી સાથે વાત કરતા એવો આક્ષેપ કર્યો હતો કે સીમમાં આવેલા કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય જે આ ધેટા બકરા એ પિધા બાદ મુત્યુ અને ગંભીર થયા છે અને હજી રાત્રી દરમ્યાન કેટલા નુ શું થશે એ કહેવુ મુશ્કેલ બન્યું છે ત્યારે આ ધટના થી હડમતીયા ગામે હાહાકાર મચી ગયો છે એને પદુષણ વિભાગ સહિતની સરકારી તંત્ર તપાસ હાથ ધરી તાકીદે ધટતુ કરે એવી લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.