Abtak Media Google News

અમનનગરમાં મહિલા સહિત ત્રણ શખ્સોએ યુવાનને ઢીંબી નાખ્યો

શહેરમાં જુદા જુદા બે સ્થળોએ મારામારીની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં તરઘડીયા ગામે નશામાં ધૂત ભાઈએ જ પોતાના બે સગા ભાઈઓને પાઇપ વડે માર માર્યો હતો  જ્યારે અમરનગરમાં મહિલા સહિત ત્રણ શખ્સોએ યુવાનને લમધારી નાખ્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તરઘડીયા ગામે રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા બહાદૂરભાઈ છગનભાઈ સાડમિયા (ઉ.વ.32) અને તેના નાનાભાઈ વલ્કુભાઈ છગનભાઈ સાડમિયા (ઉ.વ.22) પર તેના જ સગાભાઇ ભરત સાડમિયાએ નશાની હાલતમાં બંને ભાઈઓ પર પાઇપ વડે તૂટી પડયો હતો. જેમાં ઘવાયેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો અન્ય બનાવમાં દૂધ સાગર રોડ પર અમનનગર -1માં રહેતા શૈલેષભાઈ કેશુભાઈ સિપરિયા નામના 37 વર્ષના યુવાન પર દક્ષા, રમેશ અને સુરેશે ઈટના અને પાઇપમાં ઘા મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.