Abtak Media Google News

16 જાન્યુઆરીએ પાતાબાપા ઠાકર મંદિરે  ફોર્મ ભરાશે

ગોપાલક સમુહ લગ્ન સમિતી રાજકોટ દ્વારા છેલ્લા 25 વર્ષથી સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે . આ વર્ષે આગામી તારીખ 16-2-2023ના રોજ નિકાવા ખાતે 108 દીકરીઓના સમુહલગ્ન યોજાશે. આ સમુહલગ્નના તમામ ખર્ચેના દાતા સ્વ . ઉકાભાઇ ભલાભાઇ બાંભવા પરિવાર છે.

Advertisement

સમુહલગ્ન માટેના ફોર્મ તા . 16-1-2023ને સોમવારે સવારે 9 વાગ્યે, પાતાબાપા ઠાકર મંદિર, મવડી મેઇન રોડ , રાજકોટ ખાતે ભરવામાં આવશે . સમુહલગ્નમાં જોડાવા ઈચ્છતા પરિવારોએ દિકરા અને દિકરીના જન્મ તારીખના દાખલા , આધાર કાર્ડ , રેશન કાર્ડની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સમયસર ઉપસ્થિત રહેવું.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા હિરાભાઈ બાંભવાએ જણાવ્યું હતુકે

સમુહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગૃતિના પગલે દર વર્ષ રાજકોટ , વાંકાનેર, નિકાવા, પડધરી, ખારવા, જોડીયા, જામનગર, ખંભાળીયા, લાલપુર, કડુકા , સાવરકુંડલા, રાણીમાંનો વિસામો (બેડી) વિગેરે સ્થળે સમુહ લગ્ન યોજાય છે. અને અંદાજીત 1000 જેટલી દિકરીઓ પ્રભુતામાં પગલા માંડે છે. આ વર્ષે આ તમામ સમુહલગ્ન સમિતી દ્વારા એવું નિર્ણય કરવામાં આવ્યો હતો કે થરા ખાતે 3001 દિકરીના સમુહલગ્ન યોજાનાર હોય તમામ સમિતીએ સમુહલગ્ન બંધ રાખી થરા સમૈયો સમુહ લગ્નમાં સહકાર આપેલ હતો. પરંતુ ધણુબંધુ દિકરીઓ બાકી રહી જતી હોય રાજકોટ સમુહલગ્ન સમિતી દ્વારા એવું નકકી કરવામાં આવ્યું બાકી રહી જતી દિકરીઓને પણ પ્રભુતામાં પગલા માંડે એ માટે આ વર્ષે નિકાવા ખાતે 24 માં સમુહલગ્ન યોજવાનું આયોજન કરેલ છે . જેના લગ્નનો કરીયાવર – જમણવાર સહિતના તમામ ખર્ચે સ્વ . ઉકાભાઈ ભલાભાઇ બાંભવા પરિવારના સભ્યો હીરાભાઇ ઉકાભાઇ બાંભવા, રાજુભાઇ ઉકાભાઇ બાંભવા , બુધાભાઇ ઉકાભાઇ બાંભવા ઉઠાવશે.

દિકરીઓને કરીયાવરમાં સોના – ચાંદીની વસ્તુઓ , કબાટ , પથારી સેટ , કટલેરીસેટ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. સમુહલગ્નમાં જોડાવા ઇચ્છતા પરિવારોએ ભીખાભાઇ લક્ષ્મણભાઈ પડસારીયા મો .9824199909 , હિરાભાઇ ઉકાભાઇ બાંભવા મો . 9925613600 , રાજુભાઇ નોંધાભાઇ જુંજા મો .9898102472 , લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા મો .9998104155 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

સમુહલગ્નને સફળ બનાવવા ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા , હિરાભાઈ ઉકાભાઈ બાંભવા , રાજુભાઇ નોંધાભાઇ જુંજા , લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા , નારણભાઇ ચનાભાઇ ટારીયા , પરેશભાઇ સોરીયા , નાગજીભાઇ જીણાભાઇ ગોલતર , બીજલભાઇ રામજીભાઇ ટારીયા , નારણભાઇ માંડણભાઇ વકાતર , રાજુભાઇ ઘેલાભાઇ ઝાપડા , રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ગોપાલભાઇ નરશીભાઇ ગોલતર, ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, ધીરજભાઇ અરજણભાઇ મુંધવા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. સગરામભાઈ હિરાભાઈ, શૈલેષભાઈ હિરાભાઈ,રમેશભાઈ રાજુભાઈ,ચેતનભાઈ બુધાભાઈ, વિનુભાઈ, લાલાભાઈ લાખાભાઈ, બાબુભાઈ ભલાભાઈ, ખેંગારભાઈ ભલાભાઈ, જયંતિભાઈ ચનાભાઈ ટોયટા, ભોજાભાઈ વિહાભાઈ ટોયટા ગોપાલ સમુહલગ્ન સમિતિ રાજકોટ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.