Abtak Media Google News

અબતકની મુલાકાતમાં આયોજકોએ આપી લગ્ન ઉત્સવ અને લોકડાયરાની વિગતો

સામાજિક સમરસતાના ભાવને ઉજાગર કરવા સમાનતા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આવતીકાલે તારીખ 31 માર્ચના રોજ સવારે વાગે રાજકોટ નજીકના કોઠારીયા ગામે પ્રમોદા બેન પ્રાથમિક શાળાની બાજુના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સર્વ જ્ઞાતિસમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અબતકની મુલાકાતમાં આયોજન સમિતિના સંકેતભાઈ રાઠોડ, જયદીપભાઇ પરમાર, કિશોરભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, પ્રવીણભાઈ રાઠોડ, આર.કે પેન્ટર અને ડાયાભાઈ મકવાણા એ સમૂહ લગ્નની વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ 1 એપ્રિલ શનિવારે સવારે 10:00 વાગે કોઠારીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા સમૂહ લગ્ન પૂર્વે 31મીને શુક્રવારે જાણીતા લોક કલાકાર રાજભા ગઢવી અપેક્ષાબેન પંડ્યા અને કમાભાઈ ની ઉપસ્થિતિમાં લોક ડાયરો યોજાશે સમૂહ લગ્નમાં 11 દીકરીઓને ઘરવખરીની તમામ વસ્તુઓ સોના ચાંદીના દાગીના સહિત કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.