Abtak Media Google News

ડોક્ટરે વારંવાર સીરીંજ  મારતા જ સુરજીના બેભાન વાના નાટકનો પર્દાફાશ ઈ ગયો

અહીં પણ જયદેવની હાલત કાપો તો પણ લોહી ન નીકળે તેવી થઈ ગઈ. પહેલો જ પ્રશ્ર્ન અધિકારીઓ કરશે મહિલા છે છતા સુર્યાસ્ત પછી પોલીસ સ્ટેશને શા માટે લાવ્યા ? જયદેવે ફરજ અને માનવતા ખાતર પણ સુરજીને દવાખાને લઈ જવી પડે તેમ હતું. ગોલુને લોકઅપમાંથી બહાર કાઢયો. ગોલુ તથા પોલીસે સુરજીને ઉંચકીને જીપમાં સુવાડી જયદેવ મુળી સરકારી દવાખાને આવ્યો. સુરજીને ડ્રેસીંગ ટેબલ ઉપર સુવાડી દવાખાનાના કમ્પાઉન્ડર બાલુભાએ કહ્યું સુરજીને શું થયું ? જયદેવે કહ્યું તમારે જ તપાસ કરવાની છે આને શું થયું છે ?

Advertisement

પટ્ટાવાળાએ ડોકટરના ઘેર તપાસ કરી તેઓ સુરેન્દ્રનગર ગયા હતા. સુરજીના મોઢામાંથી ફીણના ફોરા વધારે નીકળવા લાગ્યા. કોન્સ્ટેબલ પ્રતાપસિંહે કહ્યું સાહેબ આ બાલુભા પણ સુરજીની કોથળીનો ઘરાક છે તેથી તે પોલીસ વિરુઘ્ધ બકબક કરે છે જયદેવ સમજતો હતો કે આ બધા તેની વિરુઘ્ધના પુરાવા ઉભા થઈ રહ્યા છે. બાલુભાએ કાંઈ સારવાર કરવાને બદલે બકવાસ ચાલુ રાખતા જયદેવે બાલુભાને સાનમાં સમજાવ્યા કે આતો આજનો દિવસ છે પછીના દિવસો પોલીસના છે અને બાલુભા ઢીલો પડી ગયો ‘નાજી…નાજી… સાહેબ એવું કાંઈ નહીં’ તેમ કરવા લાગ્યો. જયદેવને મામલો ગંભીર લાગતા અને એમ.એલ.સી કેસને મુળીના કોઈ ડોકટર હાથ નહીં અડાડે, સુરેન્દ્રનગરનો રસ્તો અડધા કલાકનો તો હતો જ પણજયદેવ સુરજીની પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે જોવા સુરજીની આંખ બે આંગળી વડે ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ આંખ તો ખુલી નહીં. સુરજીનો હાથ વાળવા કોશીષ કરી તો આખુ શરીર જ લાકડા જેવું અકકડ થઈ ગયેલું જણાયું ત્યાં સુરજીનો છોકરો મગન પણ આવી ગયો હતો જે થોડી થોડીવારે સુરજીને પાણી પાતો હતો.પાછળ પોલીસ સ્ટેશનમાં વાતાવરણ અતિ ગંભીર અને શોકમય અને ભયગ્રસ્ત થઈ ગયું હતું.

બાબુ ભૈયા કેસમાં તો ગોસાઈ સાથે કોઈ પોલીસ જેલમાં ન ગઈ પણ આ વખતે પોલીસને કોઈ બચાવી શકે તેમ ન હતું. કેમ કે એક તો સુરજી મહિલા હતી અને સુર્યાસ્ત પછી પોલીસ સ્ટેશને તેને લાવવાની શું જરૂર હતી ? “કોઈ અધિકારીઓએ તપાસવાના ન હતા કે સુરજી પોતાની રીતે કાવત્રુ કરી રાજકિય આકાઓને મળી પછી પાછળી પોલીસ સ્ટેશને આવી હતી ! કેમ કે સુરજી પાછળ કાવત્રુ અને પીઠબળ મુળીના રાજકારણનું હતું.હવે બચવાની કોઈ તક નહતી તેમ તમામનું માનવું હતું.અહિં દવાખાને જે પોલીસ જવાનો હતા તેમના નુર ઉડી ગયા હતા અને મોઢા કાળા મેશ થઈ ગયા હતા. કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મજબુત હોવા છતાં બોલ્યા પણ ખરા કે પોલીસ ખાતામાં નોકરી કરવી તેજ ગુન્હો છે ! પ્રથમ વખત જયદેવ અંદરથીભાંગી રહ્યો   હતો પરંતુ તે બહાર દેખાવા દેતો ન હતો કારણ કે બાકી જવાનોનું શું થાય ? તેથી તે પોતે પરાણે ચહેરા પર અને વાતચીતમાં બનાવટી મકકમતા અને નીડર પણુ ધારણ કરતો હતો. જયદેવે કહ્યુંચાલો સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલમાં જ જઈએ તે દરમ્યાન જ હોસ્પિટલ કંપાઉન્ડના ઘેઘુર લીમડાના ઝાડ ઉપર ચીબરીઓએ કીકીયારી કરી ને કકળાટ કરી મૂકયો અને વાતાવરણ વધારે ભયગ્રસ્ત બની ગયું. જીપનો ડ્રાઈવર જીપને રિવર્સમાં લેતો હતો અને ટાયરમાં કાંઈક આવ્યું અને એક સાથે ધણા માણસોએ ભયગ્રસ્ત ચીખો નાખી એ….એ….જુઓ બસ બસ અને વાતાવરણ એકદમ તંગ અને ગંભીર બની ગયું બધાના મોઢા સીવાઈ ગયા હતા ચુપચાપ ઉભા હતા ટાયરમાં પાણીનો લોટો આવી ગયો હતો. બીજુ કાઈ નહતુ.

સુરજી ના છોકરા તથા પતિ ગોલુ અને હોસ્પિટલ સ્ટાફે સુરજીને ડ્રેસીંગ રૂમમાંથી ઉચકી પણ જાણે સુકુ લાકડુ લાવીને પોલીસ જીપમાં સુવાડી ગોલુ અને તેનો છોકરો મગન પણ જીપમાં ચડી ગયા જયદેવ અંદરથી લગભગ સાવ ભાંગી ગયો હતો તેણે બાલુભા ને એક બાજુ લઈ જઈને નિષ્ણાત તરીકે અભિપ્રાંય પૂછયો કે શું લાગે છે? આ સુરેન્દ્રનગર તો પહોચી જશેને? બાલુભાએ કહ્યું કાંઈ કહેવાય નહિ મામલો અંદરનો છે. ગંભીરતો છે જ. જયદેવ ને થયું કે આના કરતા પૂછયું ન હોત તો સારૂ હતુ. જીપનમાં જગ્યા નહિ હોય પોલીસ જીપ પાસે ઉભી હતી જયદેવે મગનાને જીપમાંથી ઉતરી જવા કહ્યું અને ગોલુને કહ્યું તું સુરજીનું માથુ ખોળામાં લઈ બેસીજા સુરજીના પગ ભલે બહાર લબડે અને એક સીટ પોલીસ માટે ખાલી કરી તેમાં પ્રતાપસિંહ તથા જયુભા ગોઠવાઈ ગયા ચીબરીઓનો અવાજ ચાલુજ હતો અને મગનો જીપ પાછળ ઉભો હતો. ત્યાં બાલુભા બોલ્યા અપશુકન થાય છે. ત્યાંજ સુરજીના શરીરે મોટો આંચકો ખાધો અને માથુ ગોલુના ખોળામાં ઢાળી દીધું અને મગનાએ ભયંકર પ્રાણ પોક મૂકી આખુ હોસ્પિટલ ગુંજી ઉઠ્યું ચીબરીઓ ઉડા ઉડ કરવા લાગી. પ્રતાપસિંહ જયદેવ સામે પ્રશ્ર્નાર્થ ભરી દ્રષ્ટીએ જોતા હતા વાતાવરણ અસહ્ય રીતે ભયગ્રસ્ત અને ગંભીર બની ગયું. જયદેવને કયારેય આવુ બનશે તેવો વિચાર પણ હતો નહી તેને પરસેવો વળી ગયો ગાત્રો ઢીલા થઈ ગયા અને મનમાં એક પ્રશ્ર્ન ઝબકીને ચાલ્યો ગયો ‘આ બધુ કોના માટે? પરંતુ જયદેવે કુત્રિમ મકકમતા ધારણ કરી સુરજીના નાક પાસે હાથ રાખ્યો શ્ર્વાસોશ્ર્વાસ હજુ ચાલુ હતા ડ્રાઈવરને કહ્યું સીધી જવાદે સુરેન્દ્રનગર સીવીલમાં.

જીપમાં પાછળ શુ થાય છે તે જોવાનું જ જયદેવે બંધ કરી દીધું અને આ વિપતીમાંથી બચાવવા અથવા એટલીસ્ટ જામીન અને તેટલી જોગવાઈ રાખવા ઈશ્ર્વરને પ્રાર્થના કરવા લાગ્યો રસ્તામાં બાલુભાના શબ્દો યાદ આવતા તેનું મન એકદમ ઉદાસ થઈ જતુ “અંદરનો મામલો છે કાંઈ કહેવાય નહિ. વળી ચીબરીઓના અવાજ યાદ આવ્યા પણ જયદેવે બચપણમાં થોડો તેના અવાજનો અભ્યાસ કરેલો તે મુજબ ચીબરીના ભાવ મોજ હોય તો સારૂ અને આકંદ્ર રૂપ ચિખ હોય તો અપશુકન ગણાય. આજે ચીબરીઓ બોલતી હતી ખરી પણ તે આકંદ્ર નહિ પણ મોજ ના ભાવ જયદેવને લાગેલા તેથી તેના મનમાં થોડો આત્મવિશ્ર્વાસ ઉભો થયો ત્યાં સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલ આવી ગયું.

જયદેવે ઓ.પી.ડી.ના ડોકટર વસાણીને બનાવની વિગતે વાત કરી ડો. વસાણીએ કહ્યું કાંઈ વાંધો નહિ ડ્રેસીંગ ‚મમાં લાવો અને હોસ્પિટલ સ્ટાફ તથા પોલીસ જવાનોએ સુરજીને ડ્રેસીંગ રૂમમાં ટેબલ ઉપર સુવાડી ડો.વસાણીએ તપાસણી ચાલુ કરી પ્રથમ નાડી તપાસી પછી સુરજીની આંખ તપાસવા માટે ડોકટરે ખોલવા પ્રયત્ન કર્યો પણ સુરજીની આંખ ખુલી નહિ આથી ડોકટરે કહ્યું તમે બધા તથા તેના સંબંધીને પણ રૂમ બહાર લઈ જાવ અને ડ્રેસીંગ રૂમના દરવાજા બંધ કર્યા પરંતુ જયદેવની હિંમત ખૂટી ગઈ હતી તેણે ડ્રેસીંગ રૂમનાં આયબોલમાંથી જોવાનું ચાલુ રાખ્યું ડોકટરે એક સીરીંજ લીધી અને સુરજીની હાથમાં મારી તે થોડી હલી ડોકટરે ફરી વખત સીરીંજ થોડી વધારે ઉંડી મારી અને સુરજીની આંખ ખૂલી અને હોઠ ચાલતા હોય તેમ લાગ્યું ડોકટરે ત્રીજી વખત સીરીંજ મારી અને સુરજી બે હાથ ભેગા કરી પગે લાગતી હોય તેમ લાગ્યું ડોકટરે તુરત દરવાજો ખોલ્યો અને જયદેવને કહ્યું આને કાંઈ નથી આતો કોઈના કહેવાથી ઢોંગ કરે છે. લઈ જાવ કોઈ સારવારની જરૂર નથી જયદેવે આકાશ સામે જોઈ ઈશ્ર્વરનો આભાર માન્યો સત્ય મેવ જય તે!

જયદેવે જીપમાંથી વાયરલેસથી મુળી કહેવરાવ્યું કે સુરજી પુત્ર મગન ગોલુને પોલીસ સ્ટેશને બોલાવી રાખો વળતો જવાબ આવ્યો કે તે બીજા દરબારો સાથે પોલીસ સ્ટેશને આવેલો જ છે. (પોલીસ વિરૂધ્ધ ફરિયાદ કરવા !)

જયદેવે તબડાવીને સુરજીને જીપમાં બેસાડી અને ગોલુને તેના નાટક બદલ બરાબર મેથીપાકનો નાસ્તો ત્યાં કપાઉન્ડમાં જ કરાવ્યો ગોલુનું નિવેદન નોંધી કાવત્રામાં મગનને દેશી દા‚ લાવવા માટે ફીટ કરવાનું પાકુ કરી દીધું.

જીપ મુળી પોલીસ સ્ટેશને આવતા તમામ પોલીસ તથા લોકોનું પણ ટોળુ વળેલું હતુ જીપમાંથી ઉતરતાવેત જ જયદેવે મગન ગોલુને વધાવી લીધો અને પોલીસ તથા પબ્લીક વિખરાઈ ગયા !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.