Abtak Media Google News

એમફીલ કે પીએચડી વિદ્યાર્થીઓને કોઈપણ થીસીસ, ડેઝર્ટેશન, ટર્મ પેપર્સ, રિપોર્ટ કે અન્ય દસ્તાવેજો જાતે જ તૈયાર કરવા પડશે

નજીકના ભવિષ્યમાં સંશોધન કરનાર સ્કોલર વિદ્યાર્થીઓને તેમના સંશોધનનું રજીસ્ટ્રેશન રદ થવાનો સામનો કરવો પડી શકે છે. પ્રોફેસર કે અન્ય કોઈના સાહિત્યની ઉઠાંતરીના કેસમાં સંશોધનનું રજીસ્ટ્રેશન રદ કરવાની નવી પોલીસી યુજીસી દ્વારા તૈયાર કરવામાં આવી છે.

યુજીસીના ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ દ્વારા સાહિત્યની ઉઠાંતરીના કેસમાં પગલા રૂપે સુઓ મોટો નોટીસ તૈયાર કરી તે અંગે ગંભીરતાથી પ્રક્રિયા ચાલી રહી છે. આ નવી પોલીસી મુજબ ત્રણ પ્રકારની પેનલ્ટીઓ આ રીતે અન્ય કોઈના કાર્યની ઉઠાંતરી બદલ ભરવી પડશે.

સંશોધનમાં ઓછી ઉઠાંતરી કરનારા લેવલ-૧ અને લેવલ-૨ના સંશોધકોને તેમનું કાર્ય ફરીથી કરવા માટે મોકો આપવામાં આવશે. જયારે લેવલ-૩ના કેસમાં ૬૦ ટકા ઉઠાંતરી માલુમ પડશે તો સંશોધકનું રજીસ્ટ્રેશન રદ થશે. જેથી તે ફરી વખત ઉઠાંતરી ન કરે અને સંશોધન હાથધરી શકે નહીં. આ પ્રકારની ઉઠાંતરી બિલકુલ ચલાવી લેવાશે નહીં.

નવી પોલીસી મુજબ સંશોધનનું તમામ કાર્ય વિદ્યાર્થીઓ, પ્રોફેસરે કે સ્ટાફ અને સંશોધકોએ આધાર માટે પણ કોઈનો વિચાર લઈ તેના પર સંશોધન હાથ ધર્યું હશે તો પણ તે માન્ય ગણાશે નહીં. ઉઠાંતરી કરનાર સામે મહતમ પેનલ્ટી વસુલવામાં આવશે. સંશોધન કાર્યમાં આધાર, સમરી, કલ્પના, નિરીક્ષણ, પરિણામ, ઉપસંહાર સુચનો વગેરેનો સમાવેશ કરવો જ‚રી છે. તેના માટે અન્યનો આધાર લેવા માટે શૈક્ષણિક ગેરવર્તણુક નોંધતી કમિટી દ્વારા સોફટવેર ઈનસ્ટોલ કરી ઉઠાંતરીની ચકાસણી કરવામાં આવશે. જેમાં દેશની અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજોના સંશોધનો પર પણ નજર રાખવામાં આવશે.

નવી પોલીસી મુજબ આ રીતે સાહિત્યની ઉઠાંતરી કરવા માટે શૈક્ષણિક સંસ્થાનોને જે વ્યકિત જવાબદાર હશે તે માટે જાણ કરવામાં આવશે અને આ પ્રકારના આરોપો માટે ખાસ રીસીપ્ટ તૈયાર કરી આપવામાં આવશે.

દરેક વિદ્યાર્થીઓને તેના થીસીસ, ડેઝર્ટેશન, ટર્મ પેપર્સ, રીપોર્ટ કે અન્ય દસ્તાવેજો પોતે જાતે જ તૈયાર કર્યા છે. તે તદન સાચા છે અને કયાંયથી ઉઠાંતરી નથી કરી તે માટે ખાસ લખાણ આપવું પડશે.  દરેક પ્રોફેસર્સ, સંશોધક અને એમફીલ અથવા પીએચડીના વિદ્યાર્થીઓને તેની બાંહેધરી સાથેની રીસીપ્ટની તથા દસ્તાવેજોની તેમના વડા પાસેથી ચકાસણી બાદ તેને મંજુર કરવામાં આવશે. આ ઉપરાંત તેણે સંશોધન માટે લાઈબ્રેરીને નેટવર્કનો ઉપયોગ એમફીલ, પીએચડી, ડેઝર્ટેશન અને થીસીસ માટે ઉપયોગમાં લીધા છે તેની સોફટ કોપી જે-તે વિભાગના વડાને સુપ્રત કરવી પડશે. ડિજિટલ કોપી ‘શોધ ગંગા ઈ-રીપોઝીટરી’ પ્રોગ્રામ હેઠળ જોડવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.