Abtak Media Google News
  • કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી રાજકોટની મુલાકાતે : કલેક્ટર કચેરીએ કૃષિ અને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજી
  • મંત્રીએ કલેકટરની કામગીરીની પ્રસંશા કરી, ચોમાસા દરમિયાન કરેલી કામગીરી બદલ વીજકર્મીઓની પણ પીઠ થાબડી

Img 20220829 Wa0050

રાજકોટ કલેકટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ અને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર હંમેશા તેમનાં માટે ખડેપગે કાર્યરત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રી મુકેશ પટેલ દ્વારા આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ દ્વારા કૃષિ અને ઉર્જાને લગતાં પ્રશ્નોને સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

Img 20220829 Wa0053

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે સોલાર રૂફટોપ યોજનામાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. આ સાથે ‘વન ડે-વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ સરકાર પ્રજાના દ્વારે આવી છે તેથી જનતાની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાના અમારા નક્કર પ્રયાસો રહેશે.

 

આ સાથે પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.વરુણ કુમાર બરનવાલએ સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો, જમીન સંપાદન અને ટેક્નિકલ પ્રશ્નોને લગતી સમસ્યાઓને નિવારવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

તેમજ વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટર અરૂણ મહેશ બાબુએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો આપ્યા હતા.

Img 20220829 Wa0051

બેઠકના પ્રારંભમાં કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ વેળાએ મંત્રીએ કલેકટરની કામગીરીની પ્રસંશા કરી હતી તેમજ ચોમાસા દરમિયાન ગુજરાતભરની વીજ કચેરીઓ અને કર્મચારીઓની નોંધપાત્ર કામગીરીની નોંધ લીધી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ લાખાભાઈ સાગઠીયા, અગ્રણી મનસુખભાઈ ખાચરીયા, નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, પી.જી.વી.સી.એલ.ના જોઇન્ટ એમ.ડી. પ્રીતિ શર્મા, જેટકોના એડી.ચીફ એન્જિનિયર વામજા, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, બિલ્ડર્સ, ઇન્ડસ્ટ્રી તેમજ સંબંધિત વિવિધ એસોસિએશનના પ્રમુખો તેમજ તેમજ જેટકો, પીજીવીસીએલ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.