Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ,
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલીકાના સદસ્ય અને નોટરી તરીકે કામ કરતા મહિલા એડવોકેટના ખોટા સહિસિકકા બનાવીને બોગસ કુલમુખ્તાર નામુ તૈયાર કરી હળવદની સીમમાં ત્રણ સર્વે નંબર વાળી ખેતીની જમીન બારોબાર વેચી નાંખ્યાની ગંભીર ફરીયાદ ધ્રાંગધ્રા સીટી પોલીસમાં થતા સાત વ્યકિત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ છે.ધ્રાંગધ્રામાં મહિલા વકિલ કિરણબેન સી.ભટ્ટ નોટરી તરીકે કામ કરે છે. તેમણે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામના સવશીભાઈ દેવશીભાઈ ઉડેચાએ તેમના સગાભાઈ ભાગીદારોને અંધારામાં રાખીને તેમના પુત્ર વાસુદેવ સવશીભાઈ ઉડેચા સાથે મળી હળવદની સીમમાં આવેલી ત્રણ સર્વે નંબરવાળી ખેતીની જમીન બારોબાર વેચી મારવાનું કાવતરૂ રચ્યું હતુ.

જેમાં વાસુદેવભાઈએ ખોડુ કુલમુખત્યાર નામુ સુરેનદ્રનગર ખાતે તૈયાર કરાવીને મુજફર ઈકબાલભાઈ લોલાડીયા (રે.હળવદ) મારફતે ધ્રાંગધ્રાના જૈનમભાઈ અરવિંદભાઈ સંઘવી પાસેથી નોટરી કિરણબેન ભટ્ટના સિક્કા અને સીલ રૂા.2000માં ખરીદયા હતા. જૈનમ સંઘવીઅ. કિરણબેન નોટરીના અગાઉ બનાવેલા નોટરી તરીકેના સિક્કા રદ થયેલા તે મુજફરભાઈને વેચાણ આપેલ હતા.

મુજફરભાઈએ સવશીભાઈ, વાસુદેવભાઈ ઉપરાંત કીડીગામના સહદેવીસંહ મુળરાજસિંહ રાણા, હળવદના કનુભાઈ રામસીંગભાઈ ચાવડા સાથે મળીને ખોટા કુલમુખ્ત્યાર નામા ઉપર  મુજફરભાઈએ પોતાની સહી કરી કિરણબેન નોટરીની સીહની નકલ કરીને ખોટા અનુક્મ નંબર તથા રજીસટર નંબર આપી તૈયાર કરેલ ખોટા કુલમુખ્યાર નામાને સાચા તરીકે તૈયાર કરેલ ખોટા કુલમુખ્યાતર કરીને તા 26-2-19ના રોજ વાસુદેવભાઈ તથા કનુભાઈએ સાષી તરીકે સબરજીસ્ટ્રાર કચેરી હળવદ મુકામે બાલસર તા લોધીકાના વિરભાનુભાઈ રાજાભાઈ મૈત્રાને ખોટો દસ્તાવેજ કરી આપેલ છે. કિરણબેન ભટ્ટએ ફરીયાદમાં જણાવેલ છે કે આ દસ્તાવેજ માટે ઉપયોગમાં લેવાયેલ કુલમુખત્યારનામામા જણાવેલ તારીખે તેમણે સહી કરેલ નથી કે નોટરી તરીકે સિક્કા અને સીલ લગાવેલ નથી તેથી તેમના નામના ખોટા સિહી સિક્કા બનાવીને બોગસ કુલમ્ખ્ત્યારનામુ તૈયાર કરી તેમના નામની ખોટી સીહ કરવા બદલ તમામ સાતેય આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ તેકણે કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.