Abtak Media Google News

રાજકોટ હાલારી શ્રીમાળી સોની સમાજ દ્વારા રવિવારે દરબારગઢ સોની બજાર ખાતે પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં પાંચ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડયા હતા. અને ક્ધયાઓને ૧૨૫ આઇટમો દાતાઓ તરફથી ભેટમાં આપવામાં આવી હતી. રાજકોટ હાલારી શ્રીમાળી સોની સમાજના પ્રમુખ અશોકભાઇ ઝીંઝુવાડીયા તથા ઉપપ્રમુખ ભાયાભાઇ સારોલીયાના સહયોગથી પાંચ ક્ધયાઓના સમુલ લગ્નનું આયોજન કરાયું હતું. જેનો તમામ ખર્ચ આણુ-પરિયાણું સોના ચાંદીની આઇટમ્સ પણ ભેટ સ્વરુપે આપવામાં આવી હતી.

Advertisement

Vlcsnap 2018 03 12 10H35M41S29

આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા પ્રસંગના ઉદધાટક અશોકભાઇ ઝીંઝુવાડીયા તથા પ્રભુદાસભાઇ પારેખ, ગૃહશાંતિના યજમાન અ.સો. પૂજાબેન સંજયકુમાર માંડવીયા, હીનાબેન પંકજભાઇ સાહોલીયા, ક્ધવીનર હરેશભાઇ સાહોલીયા, મુકેશભાઇ લાઠીગરા, મથુરદાસ ધુંધકીયા, હર્ષદભાઇ ચોકસી અને દીલીપભાઇ રાજપરાએ જહેમત ઉઠાવી હતી.

હાલારી સોની સમાજના ઉપપ્રમુખ ભાયાભાઇ સાહોલીયાઅ  ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સોની સમાજ આયોજીત સર્વજ્ઞાતિના સમુહ લગ્ન છે જેમાં સાધુ સમાજ, બિહારી સોની અને સોની સમાજ જોડાયેલ છે. દર વર્ષે પાંચ સમુહલગ્તોન્સવનું આયોજન કરવામાં આવે છે. અમારો સોની સમાજ કોઇ જ્ઞાતિ કે ભેદભાવમાં માનતો નથી. અમારા પ્રમુખનો અમને હરહંમે સાથ સહકાર હોય છે. દરેક કાર્યમાં તેમની આગેવાની હેઠળ અમો બધા સમાજ સેવાનું કાર્ય કરીએ છીએ.

Vlcsnap 2018 03 12 10H31M57S90

સોની સમાજના કાર્યકર કૈલાસ રાજપરાએ જણાવ્યું હતું કે, શ્રીમાળી હાલારી સોની સમાજ છેલ્લા ઘણા વર્ષોથી સમુહ લગ્નનું આયોજન અનાજ વિતરણનું કાર્ય બ્ડલ ડોનેશન કેમ્પ સહીતના સામાજીક કાર્યો કરે છે. તે જ રીતે અમારા વડીલ પ્રમુખ અને ઉપપ્રમુખના આગેવાનો હેઠળ યુવક મંડળપણ ઉમદા કાર્ય કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.