Abtak Media Google News

આગેવાન મિલન કોઠારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણને ઉપલક્ષીને વિવિધ સેવાકીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધર્મલક્ષી પ્રવૃત્તિઓ છેલ્લા ૧ વર્ષથક્ષ કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે તા.૧૧ના રવિવારના રોજ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં જૈન વિઝન રાજકોટના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

કેમ્પનાં ઉદઘાટક તરીકે ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી ઉદઘાટક હતા મુખ્ય મહેમાન તરીકે સોનમ કલોક માલીક જયેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રકતદાતાઓને વિવિધ પ્રકારની ગીફટ આપવામાં આવેલ હતી.

સોનમ કલોકનાં માલીક જયેશભાઈ શાહ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા આ પ્રકારનો કાર્યક્રમો સતત યોજાય તેવી ઈચ્છા પ્રગટ કરી.

Vlcsnap 2018 03 12 09H20M15S159રજત સંઘવીએ જણાવ્યું કે તેવો કમિટી મેમ્બર છે. અને સાથોસાથ રકતદાતા પણ છે. વધુને વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવી ઈચ્છા વ્યકત કરી.

ઉપેન્દ્ર મોદીએ જણાવ્યું છેલ્લા ૫૦ વર્ષથી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી થાય છે. પરંતુ રાજકોટ ખાતે તા.૧૧ના રોજ ઉજવણી અલગ જ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કરવામાં આવે છે. આ બ્લડ માત્રને માત્ર થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે જ ઉપયોગમાં લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.