Abtak Media Google News

૨૦૧૫થી લાગુ નોટાનો નિયમ દરેક રાજ્યમાં સરખો છે અહેમદ પટેલે ટ્વીટ કરીને અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે: વાઘાણી

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના અહેમદભાઇ પટેલની નોટા ના ઉપયોગ અંગેની ટ્વીટની પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, ૨૪ વર્ષી સતત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા અહેમદભાઇ પોતાની અજ્ઞાનતા દર્શાવી રહ્યા છે.

દરેક ચૂંટણીઓમાં મતદારને નોટાનો વિકલ્પ આપવો જોઇએ તેવી સન ૨૦૧૫ી ચૂંટણીપંચની સ્પષ્ટ ગાઇડ લાઇન છે. ક્રોસવોટીંગ એ કોંગ્રેસનો આંતરિક અને અંગત મામલો છે. પરંતુ નોટા તેમજ ક્રોસવોટીંગના સતત ભયી કોંગ્રેસના આગેવાનો અતાર્કિક અને ગેરકાયદેસર ર્અઘટન કરી અવ્યવહારૂ વાતો કરી રહ્યા છે તે દેશની જનતા જોઇ જ રહી છે. જેવી રીતે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાનો અંતરાત્માના અવાજને અનુસરીને મત આપ્યા હતા તેવી જ રીતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ મત આપશે તેવો દ્રઢ વિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડી અદાલતોના આવેલા ચૂકાદાઓ પરી એવું સ્પષ્ટ ાય છે કે કોઇપણ સભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં નોટા કે ક્રોસવોટીંગ કરે તો તે સભ્ય તરીકે ગેરલાયક ઠરી શકે નહિ. રાજયસભાની ચુંટણીમાં મતદાન અંગે ધ રીપ્રઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૫૧ ની કલમ  ૫૯ મુજબ આ મતદાન ઓપન બેલેટ પધ્ધતિી શે અને કાયદામાં વખતોવખત કરાયેલા સુધારા મુજબ ઓપન બેલેટ પધ્ધતિી વોટ આપનાર સભ્યો તેઓ કોને મત આપે છે તે પોતાના પક્ષ દ્વારા નિમવામાં આવેલા ઓોરાઇઝ્ડ એજન્ટને બતાવવાનો રહે છે. અને જો ઓોરાઇઝ્ડ એજન્ટને બતાવવામાં ન આવે તો મત રદ ાય છે. પટણા હાઇકોર્ટના ચૂકાદામાં પણ સ્પષ્ટ દર્શાવ્યું છે કે કોઇ સભ્ય ક્રોસવોટીંગ કરે અને તેના પક્ષના ઓોરાઇઝ્ડ એજન્ટને તે બતાવે તો ક્રોસવોટીંગ હોવા છતાં પણ તેમનો મત રદ તો ની પરંતુ જો સભ્ય વોટ આપ્યા પછી અને કવરમાં મુકતા પહેલા મતપત્ર ઓોરાઇઝ્ડ એજન્ટને બતાવવાનો ઇનકાર કરે તો તેમનો પત્ર પ્રીસાઇડીંગ ઓફિસર દ્વારા પાછુ લેવામાં આવે છે. આ સંજોગોમાં જ તેમનો મત રદ ઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.