Abtak Media Google News

દિલ્હી પ્રદૂષણની રાજધાની બની રહી છે.  જેની પાછળના કારણો પરાલી સળગાવવી, વાહનોનું ઉત્સર્જન, બાંધકામના કામમાંથી ધૂળ, ઔદ્યોગિક પ્રદૂષણ, ફટાકડા અને લેન્ડફિલમાં આગનો સમાવેશ થાય છે. દિલ્હીના વાતાવરણને બગાડવામાં હવામાનની સ્થિતિ પણ ભૂમિકા ભજવે છે.  શિયાળા દરમિયાન સ્થિર પવન આ વિસ્તારમાં પ્રદૂષિત હવાને ઉપર તરફ જતી અટકાવે છે.

Advertisement

રાજધાનીમાં પ્રદૂષણનું ત્રીજું કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે.  દિલ્હીના લેન્ડલોક લોકેશન અને હિમાલયની હાજરીને કારણે ધૂળ અને પ્રદૂષકો એકઠા થાય છે.

દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ 3 ને લાગુ કરવા સૂચના આપી હતી. દિલ્હીમાં એક્યુઆઈ 402 પર પહોંચી જતાં ગેસ ચેમ્બર જેવો અહેસાસ થઈ રહ્યો છે. બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો છે.

આ સિવાય દિલ્હી સરકાર અને એનસીઆરના અન્ય શહેરોના વહીવટીતંત્રને આગામી થોડા દિવસો માટે બાળકોની શાળાઓ બંધ રાખવા અને માત્ર ઓનલાઈન વર્ગો ચલાવવાની સલાહ આપી છે. મામલાની ગંભીરતાને જોતા દિલ્હી સરકારે આદેશ જારી કર્યો કે રાજ્યમાં પાંચમા ધોરણના બાળકોના વર્ગો આગામી બે દિવસ સુધી બંધ રખાશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા ગુરુગ્રામના ડીએમએ પણ કચરો બાળવા પર કલમ 144 લાગુ કરી છે. જિલ્લામાં એક્યુઆઈમાં ઘટાડો અને શહેરમાં ઉચ્ચ સ્તરના પ્રદૂષણની અસરને ધ્યાનમાં રાખીને, ડીએમ નિશાંત કુમાર યાદવે કલમ 144 લાગુ કરવાના આદેશો જારી કર્યો હતો. જેમાં ઔદ્યોગિક, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં પડેલા કચરાને બાળવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

દિલ્હીની જેમ મુંબઈનું વાતાવરણ પણ ખાસ નથી.  શહેરની હવાની ગુણવત્તા 150-200 એક્યુઆઈ સાથે નબળી શ્રેણીમાં રેટ કરવામાં આવી છે.  પ્રદૂષણને કાબૂમાં લેવા માટે બોમ્બે એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ટાટા પાવર અને અન્ય કંપનીઓને તેમના ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો કરવા જણાવ્યું છે.  બીજી તરફ, બીસીસીઆઈએ દિલ્હી અને મુંબઈમાં વર્લ્ડ કપ મેચ દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.