Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૨૦૧૯-૨૦નું ૧૧૮ કરોડ, ૫૯ લાખ, ૪૮ હજારનું બજેટ રજૂ કરવામાં આવ્યુ

રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની બેઠકમાં સને ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ જે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતુ ૧૧૮ કરોડ, ૫૯ લાખ ૪૮ હજારનું બજેટ રજૂ કરતા ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઈસ ચેરમેન ભારતીબેન રાવલે વધુમાં જણાવેલ છે કે વોર્ડ નં.૧ સ્ટલીંગ હોસ્પિટલ પાછળ તથા વોર્ડ નં. ૧૮માં શિવધારા સોસાયટીની નજીક નવી શાળા નિર્માણ કરાશે જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે. તેમજ કોઠારીયા વાવડીની ૧૧ શાળાઓ અને ૧૨૫ શિક્ષકો શિક્ષણ સમિતિમાં ભળતા બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.

Advertisement

રજૂ કરાયેલ બજેટમાં ગણીત વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ સાંસ્કૃત કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા તથા ગુરૂ વંદના એવોર્ડ નિવૃત શિક્ષક સન્માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે. ધો.૧ થી ૮ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવી. શિક્ષણ સમિતિના ધો.૧ થી ૮ના બાળકોને ગરમા ગરમ રસોઈ મળે તે માટે અધતન સાધનો મધ્યાહન ભોજન કેન્દ્રમાં વસાવાશે.

શિક્ષણ સમિતિની શાળાઓમાં અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશન (એઆઈએફ) દ્વારા ૩૦ શાળાઓમાં આધુનિક ડીઝીટલ ઈકિવીલાઈઝર સીસ્ટમથી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા રાજયની રમત ગમત સ્પર્ધામાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ સંકુલ બનાવાશે.

ઉપરાંત ૨૦૧૯-૨૦માં આવતી શાળાની જાહેર સ્થાનિક રજા મંજૂર કરવમાં આવેલ આજરોજ શિક્ષણ સમિતિની બજેટ મીટીંગમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વા. ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્ય કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, જગદીશભાઈ ભોજાણી, સંજયભાઈ હિરાણી ભાવેશ દેથરીયા, કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, ગૌરવીબેન ધ્રુવ, ધિરજભાઈ મુંગરા, રહીમભાઈ સોરા, રાજેશભાઈ ત્રીવેદીએ બજેટ ચર્ચામાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.