Abtak Media Google News

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જયપુર સહિતના રાજયોમાંથી મંગાવવામાં આવે છે

ચોમાસુ શ‚ થઈ ગયું છે પરંતુ શાકભાજીમાં અત્યારે દુધી, કારેલા, રીંગણા, ઘીસોડા, મરચા, ભીંડા, ટમેટા, કોબી, ગુવાર, અમેરીકન મકાઈ આ શાકભાજી વધુ પ્રયાણમાં વાવેતર થાય છે ત્યારે શાકભાજીમાં લોકલ શાકભાજી ૧૦ થી ૨૦ ટકા જ આવે છે. બાકીનું શાકભાજી બીજા રાજયમાંથી મંગાવવામાં આવે છે. આ અંગેની માહિતી જાણવા માટે ‘અબતક’ દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વિવિધ લોકોને મળી માહિતી મેળવવામાં આવી છે.Vlcsnap 2017 06 28 10H41M50S99

જુની માર્કેટીંગ યાર્ડના કનાભાઈ ચાવડા માર્કેટીંગ યાર્ડ ઈન્સ્પેકટર જણાવે છે કે આપણે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો પ્રશ્ર્ન પાણીનો છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં પાણીના અભાવના કારણે શાકભાજી વાવેતર થયું નથી. અત્યારે વધુ શાકભાજી બહારના રાજયમાંથી આવે છે. તેના કારણે ભાવ વધવાની શકયતા વધુ છે. મરચા અત્યારે ૬૦ થી ૧૦૦ ‚પિયા કિલો છે અને ટમેટા ૨૦ થી ૩૦ની આજુબાજુ ભાવ છે. દવાનું પ્રમાણ વધુ હોવાથી શાકભાજી ઘરે લઈ જઈ ગ્રાહકોએ ગરમ પાણીથી સાફ કરવું જ જોઈએ. હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન, જયપુર, સુરતથી શાકભાજી મંગાવવામાં આવે છે. ત્યારે કારેલામાં ૧૨ જેટલા પ્રકારના જોવા મળે છે. આકર્ષક લીલા, મધ્યમ, કાકરવાળા આ કારેલા જુન-જુલાઈ જ સારા થાય છે. આ પ્રકારના કારેલા પાકવાના દિવસો ૪૫ થી ૫૫ છે.

અશ્ર્વિનભાઈ નામના ખેડૂતભાઈ જણાવે છે કે હાલ, મારા ખેતરમાં ૧ વિઘામાં ગલકાનું વાવેતર કર્યું છે પરંતુ પાણીની તંગીના કારણે પાક.માં ઘટાડો થયો છે અને સામાન્ય ૨૦ ભારી જેટલા ગલકા ઉતરે છે પરંતુ જો વરસાદ વધુ હોત તો ૫૦-૬૦ ભારી ગલકાનો ઉતારો આવતા અત્યારે એક ભારીના ૧૦૦ ‚પિયા છે.

અશોકભાઈ ડોબરિયા નામના શાકભાજીના દલાલ જણાવે છે કે હાલ, ચોમાસું સીઝન શ‚ થઈ ગઈ છે પરંતુ તડકા વધુ પડવાથી અને પાણી ઓછુ હોવાના કારણે શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય છે અને હાલ શાકભાજી બહારથી મંગાવવુ પડે છે. બીજા રાજયોમાંથી ત્યારે ટમેટા બેંગ્લોરથી મંગાવવામાં આવતા હતા. પરંતુ ત્યાંથી પણ અત્યારે માલ આવતો નથી ત્યારે ટમેટાના સારા ઉત્પાદનમાં પણ ઘણી અછત છે અને ગુવાર, મરચા, ગલકા વધુ પ્રમાણમાં આવે છે.

કુરજીભાઈ નામના ખેડુત જણાવે છે કે મારા ખેતરમાં મેં કારેલાનું ઉત્પાદન કરેલ છે ત્યારે હાલ કારેલાનું ઉત્પાદન તો થાય છે પરંતુ ભાવ આવતો નથી. કારણકે પાણીના અભાવને કારણે સારુ ઉત્પાદન થઈ શકયું નથી અને તેના કારણે લોકોને ભાવ વધારે લેવો પડે છે. સમીર સાવે નામના બિયારણની યુપીએલ કંપનીના હેડ જણાવે છે કે હાલ ચોમાસું સીઝન ચાલુ અને પહેલો વરસાદ આવ્યો છે તો ખેડુતોની પુછપરછ આવવા લાગી છે અને હું તેમને કહેવા માંગીશ કે હજુ એક-બે વરસાદ આવવા દે અને શ‚આતમાં મરચા, ટમેટા અને મકાઈનું ઉત્પાદન કરે જેમાં આગળના દિવસોમાં બજાર ભાવ સારો મળી શકે. ખુબ સારુ રહેશે જો પ્લાનિંગ કરી જુનના છેલ્લા દિવસોમાં વાવેતર શ‚ કરે. પણ જો એક-બે વરસાદ પછી શ‚આત કરે ઉગાડવા માટે તો ટેમ્પરેચરના લીધે જે ફરિયાદ આવે છે તે નહીં આવે. મકાઈનું બિયારણ નાખવા બાદ ૮ દિવસ પછી ઉગે છે અને ૮૦ દિવસમાં પાક તૈયાર થાય છે અને તેનો ફાયદો સીધો છે અને ખેડુતો પાસે પાણી ઓછુ છે અત્યારે તો ઘાસચારો અને મકાઈથી સારો ફાયદો થશે અને વરસાદ આવ્યા બાદ સારો એવો નફો મળે છે. કારણકે સાધારણ રેટ ૫ થી ૭ ‚પિયા મળી રહે છે. ભીંડાના ભાવ વધવામાં છે તો ગુજરાતમાં ભિંડાનો પાક બારેમાસ સારો થાય છે અને ૫૦ દિવસમાં પાક. મળે છે. કોઈ વેરાયટીમાં ૧૫ મણ, કોઈ બિયારણમાં ૨૦ મણ નિકળે અને પ્રોડકશન વધુ લેવાની ખેડુતોને જ‚ર છે અને ઓછા વિઘામાં વધુ પ્રોડકશન મળે. શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સારુ ઉત્પાદન થાય છે અને માર્કેટમાં તાજા શાકભાજી લેવાનું લોકો વધુ પસંદ કરે છે. પ્રોસ્ટ સાઈઝનું પ્રમાણ આ સીઝનમાં શ‚આતમાં ગરમીના કારણે વધુ હોય છે અને ઈયળ અને ચુસિયા વધુ થાય છે તેના કારણે દુકાનમાં દવા મળે જ છે અને એક-બે વરસાદ પછી ફુગ વધુ હોય છે અને દવા લીધા કરવી જોઈએ પહેલા સ્ટેજથી જ તો ઉત્પાદન સારુ મળે છે. ચોમાસામાં લોકો કોબીજ જેવા લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. પ્લાનિંગ વગર કંઈ ન વાવેતર કરે અને આજુબાજુ જો ખેડુત કેન્દ્ર હોય તો ત્યાંથી સલાહ લે અને કોઈનું જોઈ વાવેતર ન કરે અને જાણકારી મેળવીને વાવેતર કરવું.

આદર્શ એગ્રોસીડસના માલિક મહેશભાઈ પટેલ જણાવે છે કે ચોમાસામાં બધા જ પાક થઈ શકે અને વધુ ભીંડો, ગુવાર, ઘીસોડા, ગલકા, ટમેટા, મરચા, રીંગણા, કોબીજ, ફલાવર આ બધા શાકભાજી થાય છે અત્યારે ૧ થી ૨ મહિના કોઈ ખાસ દવા નથી જોઈતી કારણકે વરસાદ થાય તો જીવાત ઓછી આવે પરંતુ પછી જો ઈયળ આવે તો તે રોકવા દવા છાંટવી પડે છે. ૩૦-૩૫ દિવસથી ૪૫ દિવસ સુધીમાં પાક મળે તેવા શાકભાજીમાં ભીંડો, ગુવાર, ચોળી, વાલોર આ બધુ મળી રહે છે. મરચા, ટમેટા, રીંગણા, કોબી, ફલાવર પહેલા રોપ કરવો પડે અને પછી ૫૫-૬૦ દિવસમાં પાક મળી રહે છે. જો ભીંડોને એવું માર્કેટમાં ઓછુ આવતુ હોય તો ૩૦-૩૫ રૂખેડુતને મળતા હોય અને ૬૦-૬૫ ‚ા. સુધીનું વહેચાતુ હોય છે. ખેડુત અને દલાલના અઢી ગણા કાઢતા ગ્રાહકોના હાથમાં આવતા ૩૦-૩૫ ‚ા.વાળી વસ્તુ ૬૦-૬૫ ‚ા. થઈ જાય છે. મોટા ખેડુતો શાકભાજી વાવેતર ઓછુ પસંદ કરે છે ત્યારે બને ત્યાં સુધી કપાસ, મગફળી, વાવેતર જ પસંદ કરે છે.

પટેલ એગ્રોસીડસના માલિક કલ્પેશભાઈ પટેલના મતે ચોમાસામાં ખાસ શાકભાજીમાં દુધી, કારેલા, રીંગણા, ઘીસોડા, મરચા, ભીંડા, ટમેટા, કોબી, ગુવાર, અમેરીકન, મકાઈ આ બધા શાકભાજી વધુ પ્રમાણમાં વાવેતર થાય છે અને દુધીમાં મહિકો કંપનીના સીડસથી સારુ ઉત્પાદન થાય છે. ત્યારે મરચામાં વી.એન.આર, લાલ રાણી મરચા માટે નામદારી કંપની સીડસ અને ૭૦૨-૭૩૦ મરચા માટે બાથર સીડસ વધુ સારુ છે અને ઉત્પાદન પણ વધુ થાય છે ત્યારે ૧ વિઘામાં ૩ પેકેટનો ઉપયોગ સીડઝનો કરી શકાય છે.

ત્યારે કારેલામાં ઈન્ડો અમેરિકન કારેલાના સીડસ-૭૨૬ રૂ.માં મળે છે ત્યારે પ્રેસ્ટીસાઈઝમાં રોગ હોય તો જ ઉપયોગ થાય બાકી એફ-૧ વેરાયટીઓમાં ઓછો ઉપયોગ થાય છે અને હાલ પાણીના અછતના અભાવથી માલની આવક ઓછી છે પરંતુ રાજકોટમાં કેનાલના કારણે ફેર પડશે અને વાવેતર થશે પરંતુ હાલ બજાર ભાવ ઓછા હોવાથી ખેડુત વાવેતર ઓછુ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.