Abtak Media Google News
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી પી એસ આઈ , 48 હથિયારી પી એસ આઈ અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર તાલિમાર્થીઓને દિક્ષા અપાઇ
  • ગૃહ રાજ્યમંત્રીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓને ટ્રોફીથી નવાજ્યા

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ  સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી પી એસ આઈ , 48 હથિયારી પી એસ આઈ  અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ  કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે.  આ ગૌરવવંતી ફોર્સમાં જોડાવવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું.

Police Need To Be Sincere As Well As Sensitive: Harsh Sanghvi
Police need to be sincere as well as sensitive: Harsh Sanghvi

વધુ માં  ઉમેર્યું કે, વર્તમાન ટેકનોલોજીના યુગમાં એ આઈ  તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી હોવાથી બંનેનો સમન્વય પોતાની કામગીરીમાં કરવા મંત્રીએ  સૌ દિક્ષાર્થીઓને સૂચન કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, સમાજ રક્ષા માટે પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનોની ભાવના અભિનંદનીય છે. ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા 261 બિન હથિયારી ઙજઈં, 48 હથિયારી ઙજઈં અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર તાલિમાર્થીઓને દિક્ષા આપવામાં આવી હતી. જેમાં 96 મહિલા અને 236 પુરુષ દીક્ષાર્થીનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્ય મંત્રીએ  શપથ લેનારા 332 પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.