Abtak Media Google News
  • ભારતીય ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય નું જ્ઞાન આપતા વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી વિવેક પાઇ
  • ગુજરાત વૈજ્ઞાનિક સંમેલન 2024 અંતર્ગત યોજાયેલ ઓનલાઈન પરીસંવાદની શૃંખલાની વિજ્ઞાન યાત્રામાં ઓનલાઇન માધ્યમથી બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા 

વિજ્ઞાન યાત્રાના ચોથા દિવસે યુનિવર્સિટી ઓફ રાજસ્થાનના ભૌતિક શાસ્ત્ર ભવન ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નરેન્દ્ર ઝાખર તેમજ UGC-DAE CSR ઇંદોરના વૈજ્ઞાનિક ડો. અર્ચના લાખાણીના વ્યાખ્યાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં દેશભરમાંથી સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. બીજું વ્યાખ્યાન UGC-DAE CSR ઇંદોરના વૈજ્ઞાનિક ડો. અર્ચના લાખાણી દ્વારા આપવામાં આવ્યું હતું. જેનો વિષય ‘ક્વોન્ટમ મટીરીયલ્સ એટ ઇન્ટરફેસ ઓફ ફિઝિક્સ એન્ડ ટેકનોલોજી’ હતો.

Advertisement

ડો. લાખાણી હાલ UGC-DAE CSR ઈન્દોરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તેમનું સંશોધન કાર્ય મુખ્યત્વે લો ટેમ્પરેચર અને હાઈ મેગ્નેટિક ફિલ્ડ મટીરીયલ્સની પ્રોપર્ટી, ફંકશનલ મેગ્નેટિક મટીરીયલ્સ અલોય્સ, તથા ક્વોન્ટમ મટેરીઅલ્સ પર કેન્દ્રિત છે. તેમના નામે 120 ઉપરાંત સંશોધનપત્રો છે. તેમના વ્યાખ્યાનમાં ઇંદોરની રિસર્ચ સુવિધાઓ વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મેગ્નેટ ટ્રાન્સપોર્ટ પ્રોપર્ટીઝ, લો ટેમ્પરેચર ફીજીક્સ, મેગ્નેટો રજીસ્ટન્સ અને તેના પ્રકારો, તેની ઉપયોગીતાઓ, અમુક રસપ્રદ કોન્ટમ મટીરીયલ્સ, શેપ મેમરી અલોય્સ, કોન્ટમ ટોપોલોજીકલ મટીરીયલ્સ વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.

વિજ્ઞાન યાત્રાના ચોથા દિવસે વિશેષ અતિથિ તરીકે વિજ્ઞાન ભારતીના નેશનલ સેક્રેટરી શ્રી વિવેકાનંદ પાઇ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ભવનના પ્રોફેસર ડો. અતુલ ગોંસાઇ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. સેશન ચેર એક્સપોર્ટ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિક શાસ્ત્ર ભવનના પ્રો. જે એ ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભૌતિક શાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના અધ્યક્ષ પ્રો. નિકેષ શાહ, વિજ્ઞાન ગુજરી રાજકોટ એકમના સેક્રેટરી પ્રો. પી. એન. જોશી તેમજ વિજ્ઞાન યાત્રાના કોઓર્ડીનેટર ડો. ધીરેન પંડ્યા, ડો. પિયુષ સોલંકી તેમજ ડો. ડેવિટ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.

  • હાડકાઓના ફ્રેક્ચર શોધવામાં ઉપયોગી ક્ષ-કિરણની શોધ 

ડો. નરેન્દ્ર ઝાખર યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમનું સંશોધન કાર્ય મુખ્યત્વે કન્ડેન્સ મેટર ફિઝિક્સમાં છે. તેમણે અત્યાર સુધીમાં 17 ઉપરાંત સંશોધનપત્રો પ્રકાશિત કર્યા છે. ડો. જાખરે વિજ્ઞાન યાત્રામાં ‘સરફેસ કેમેસ્ટ્રી માટે એક્સરે ફોટો ઇલેક્ટ્રોન સ્પેકટ્રોસ્કોપી વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં તેમણે ક્ષ-કિરણો નો ઇતિહાસ, એક્સરે ફોટો ઇલેક્ટ્રોન સ્પેકટ્રોસ્કોપી શું છે, ક્ષ-કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય છે, XPS માટે સેમ્પલ કેવી રીતે બનાવી શકાય તેમજ XPS દ્વારા દ્રવ્ય વિશે કેવી કેવી માહિતી મેળવી શકાય આ તમામ બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓના XPS વિશેના પ્રશ્નોનું સંતોષકારક રીતે નિરાકરણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.